Stock market update: શેર બજારમાં શુક્રવારે જોરદાર તેજી આવી અને સેન્સેક્સ પહેલીવાર 996.17 પોઈન્ટ ઉછળી 80893.51 થયો અને 24500નું લેવલ ક્રોસ કરી 24592.20ની ઐતિહાસિક સપાટી નોંધાવી છે. બજેટ પહેલા આ પ્રકારના આંકડાઓ જોઈને રોકાણકારો ખુશખુશાલ છે.
ADVERTISEMENT
કયા શેરમાં ઉછાળો જોવા મળ્યો?
મીડકેપ, ટેક્નોલોજી અને એફએમસીજી શેર્સમાં ઉછાળાના પગલે સેન્સેક્સ અને નિફ્ટી રોકેટની ગતિએ આગળ વધી રહ્યા છે. આ સમાચાર લખાય રહ્યા છે ત્યારે નિફ્ટી 231.75 પોઈન્ટ ઉછળી 24547.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો. મીડકેપ સેગમેન્ટમાં બુલિશ ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે. સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં મીડકેપ નવી રેકોર્ડ ટોચ નોંધાવી છે. ગઈકાલે દેશની ટોચની આઈટી કંપની ટીસીએસના જૂન ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં વધુ સારા રહ્યા હોવાથી આજે IT અને ટેક્નોલોજી શેર્સમાં લીલો રંગ જોવા મળ્યો હતો. હવે ઈન્ફોસિસના પરિણામ પર નજર રાખતાં આજે ઈન્ફોસિસની કિંમતો પર રોકાણકારોની નજર છે.
આ શેર પર રહેશે ફોકસ
સપ્તાહના છેલ્લા સત્રમાં આજે RCF સ્ટોક ફોકસમાં રહેશે. કંપનીના બોર્ડે રૂ. 515 કરોડના પરચેઝ ઓર્ડરને મંજૂરી આપી છે. આ સિવાય IT સ્ટોકમાં TCS પર પણ ફોકસ રહેશે. કંપનીએ ગુરુવારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. એપ્રિલ-જૂન 2024 ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કરતી વખતે, TCSએ જણાવ્યું હતું કે સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન તેની આવક 5.4 ટકા વધીને રૂ. 62,613 કરોડ થઈ છે.
(નોંધ- શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)
ADVERTISEMENT
