BIG News: SBIના ગ્રાહકોને ઝટકો! આવતી કાલે તમામ સર્વિસ ઠપ, UPI સહિતની કામગીરી પર થશે અસર

Gujarat Tak

• 08:18 PM • 22 Mar 2024

SBI YONO App Downtime: જો તમારું પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એકાઉન્ટ છે, તો તમારા માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્ટેટ બેંકની વેબસાઈટ અનુસાર, SBIની YONO, નેટ બેંકિંગ અને મોબાઈલ એપ સેવાઓ આવતીકાલે થોડા સમય માટે બંધ રહેશે.

SBI YONO App Downtime

કઈ સેવાઓ ઉપલબ્ધ નહીં હોય?

follow google news

SBI YONO App Downtime: જો તમારું પણ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એકાઉન્ટ છે, તો તમારા માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્ટેટ બેંકની વેબસાઈટ અનુસાર, SBIની YONO, નેટ બેંકિંગ અને મોબાઈલ એપ સેવાઓ આવતીકાલે થોડા સમય માટે બંધ રહેશે. SBI ગ્રાહકો 23 માર્ચ, 2024 ના રોજ સુનિશ્ચિત પ્રવૃત્તિને કારણે ઇન્ટરનેટ બેંકિંગ સેવા બંધ રહેશે.

આ પણ વાંચો

કઈ સેવાઓ ઉપલબ્ધ નહીં હોય?

SBIની વેબસાઈટ અનુસાર, ઈન્ટરનેટ બેન્કિંગ, YONO Lite, YONO Business વેબ અને મોબાઈલ એપ, YONO અને UPIની સેવાઓ જેવી સેવાઓ ઉપલબ્ધ થશે નહીં.  આવતી કાલે એટલે કે 23 માર્ચ, 2024 ના રોજ IST બપોરે 01:10 થી 02:10 PM IST વચ્ચે વેબસાઇટ ડાઉન રહેવાની છે જેના કારણે ઉપરોક્ત સેવાઓ ઉપલબ્ધ થશે નહીં પરંતુ આ સમયગાળા દરમિયાન, UPI LITE અને ATM સેવાઓ ચાલુ રહેશે.

મદદ માટે આ નંબર પર સંપર્ક કરવો 

બેંકની જાણકારી અનુસાર, જો કોઈ ગ્રાહકોને મુશ્કેલી પડે છે અથવા કોઈ મદદની જરૂર લાગે તો SBI ટોલ ફ્રી નંબર 1800 1234 અને 1800 2100 પર કૉલ કરી શકે છે અને સાથે જ વેબસાઈટ પર જઈને કોઈપણ પ્રકારની માહિતી પણ મેળવી શકો છો.

શું UPI દ્વારા પણ ચુકવણી થશે નહીં?

હાલ ડિજિટલના સમયગાળામાં મોટા ભાગના ગ્રાહકો હવે ઓનલાઈન પેમેન્ટ કરતાં થઈ ગયા છે. એવામાં SBI એ માહિતી આપી છે કે આવતી કાલે ઉપરોક્ત સમયગાળા વચ્ચે તમે UPI નો ઉપયોગ કરી શકશે નહીં. જો કે તેઓ UPI લાઇટનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકે છે.
 
 

    follow whatsapp