Rule Change: EPFOના 7 કરોડ યુઝર્સ માટે મોટા સમાચાર, PF એકાઉન્ટને લઈને બદલાયો નિયમ

Rule Change: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ કર્મચારીઓના પીએફ (PF) એકાઉન્ટને લઈને નવો નિયમ બનાવ્યો છે. આ ફેરફાર તમામ પીએફ ખાતાધારકો માટે છે. જો તમે પણ PF એકાઉન્ડ હોલ્ડર (PF ખાતાધારક) છો, તો આ નિયમ તમારા માટે લાવવામાં આવ્યો છે.

નિયમ બદલાયો

Rule Change

follow google news

Rule Change: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ કર્મચારીઓના પીએફ (PF) એકાઉન્ટને લઈને નવો નિયમ બનાવ્યો છે. આ ફેરફાર તમામ પીએફ ખાતાધારકો માટે છે. જો તમે પણ PF એકાઉન્ડ હોલ્ડર (PF ખાતાધારક) છો, તો આ નિયમ તમારા માટે લાવવામાં આવ્યો છે. EPFOએ PF એકાઉન્ટ્સમાં વિગતો સુધારવા અને અપડેટ કરવા માટે કેટલાક નવા નિયમો જાહેર કર્યા છે. ચાલો જાણીએ કે EPFO ​​દ્વારા કયા નિયમો બનાવાયા છે?

પ્રોફાઈલમાં સુધારાને લઈને નિયમ જાહેર

EPFO એ પર્સનલ જાણકારી જેમ કે નામ, જન્મ તારીખને સુધારવા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) ગાઈડલાઈન જાહેર કરી છે. જે અંતર્ગત સભ્યોની પ્રોફાઈલ અપડેટ કરવા માટે SOP વર્ઝન 3.0ને મંજૂરી આપવામાં આવી છે. હવે આ નવા નિયમ બાદ UAN પ્રોફાઈલમાં અપડેટ અથવા સુધારા માટે ડોક્યુમેન્ટ્સ આપવા પડશે. સાથે જ તમે ડિક્લેરેશન આપીને અરજી કરી શકો છો.

લોકોને હવે નહીં પડે મુશ્કેલી

EPFOએ પોતાની ગાઈડલાઈન્સમાં કહ્યું કે ઘણીવાર જોવા મળે છે કે અનેક પ્રકારની ભૂલો થાય છે, જેને સુધારવા માટે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ડેટા અપડેટ ન થવાને કારણે આ સમસ્યા સર્જાય છે. આવી સ્થિતિમાં આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

બે કેટેગરીમાં થશે ફેરફાર

નવી ગાઈડલાઈન અનુસાર, નવા નિર્દેશ હેઠળ EPFOએ પ્રોફાઈલમાં થનારા ફેરફારોને મેજર અને માઈનોર કેટેગરીમાં વિભાજિત કર્યા છે. માઈનોર કેટેગરીને ઓછામાં ઓછા બે જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડશે. જ્યારે મોટા એટલે કે મેજર સુધારા માટે ઓછામાં ઓછા ત્રણ જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરવા પડશે. જેમાં ફીલ્ડ ઓફિસોને સભ્યોની પ્રોફાઈલ અપડેટ કરવામાં વધુ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે, જેથી કોઈ ગેરરીતિ કે છેતરપિંડી ન થઈ શકે.

બીજી બાજુ મોટા ફેરફારો માટે ઓછામાં ઓછા ત્રણ જરૂરી ડોક્યુમેન્ટ આપવા પડશે. આપને જણાવી દઈએ કે, આધાર સાથે જોડાયેલા ફેરફારોના કિસ્સામાં આધારકાર્ડ અથવા એક્ટિવ મોબાઈલ નંબર સાથે લિંક કરેલ ઈ-આધાર કાર્ડ ડોક્યુમેન્ટ તરીકે માન્ય ગણાશે. 

કયા ફેરફારો માટે કેટલા ડોક્યુમેન્ટ આપવા પડશે?

નાના ફેરફારો માટે ડોક્યુમેન્ટની યાદીમાં ઓછામાં ઓછા બે ડોક્યુમેન્ટ જરૂરી છે. 
મોટા ફેરફારો માટે ડોક્યુમેન્ટની યાદીમાં ઓછામાં ઓછા ત્રણ ડોક્યુમેન્ટ જરૂરી છે.


તમને જણાવી દઈએ કે, EPF સભ્યો પાસે મેમ્બર ઈ-સર્વિસ પોર્ટલ દ્વારા સુધારણા માટે સંયુક્ત ડેક્લેરેશન સબમિટ કરવાનો વિકલ્પ છે. અત્રે ઉલ્લેખનીય છે કે,  સુધારા માત્ર વર્તમાન એપ્લોયર દ્વારા સંચાલિક ઈપીએફ એકઉન્ટ સાથે સંબંધિત ડેટામાં જ કરી શકાય છે. એમ્પ્લોયર પાસે અગાઉ અથવા અન્ય સંસ્થાઓના EPF ખાતામાં કોઈપણ ફેરફાર કરવાનો અધિકાર નથી.

    follow whatsapp