Holi 2024: હોળી પહેલા બજારમાં ખરીદીનો માહોલ, 50 હજાર કરોડ રૂપિયાથી વધારેનો થશે વેપાર

Gujarat Tak

22 Mar 2024 (अपडेटेड: Mar 22 2024 6:57 PM)

Over Rs 50,000 crore business expected on Holi 2024: દેશમાં હોળીના તહેવારોને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મોંધવારીની માર વચ્ચે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે હોળીના દિવસે કારોબારમાં 50 ટકાનો વધારો થવાની ધારણા છે.

Holi 2024

હોળી પર દેશભરમાં 50,000 કરોડનો વેપાર!

follow google news

Over Rs 50,000 crore business expected on Holi 2024: દેશમાં હોળીના તહેવારોને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મોંધવારીની માર વચ્ચે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે હોળીના દિવસે કારોબારમાં 50 ટકાનો વધારો થવાની ધારણા છે. દર વખતના તહેવારની જેમ આ વર્ષે પણ  ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી અને ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપી રહ્યા છે.

આ પણ વાંચો

હોળી પર દેશભરમાં 50,000 કરોડનો વેપાર

આ વર્ષે હોળીના તહેવારને લઈ વેપારીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે હોળીના તહેવારની સિઝનમાં દેશભરમાં ગત વર્ષની સરખામણીમાં 50 ટકા જેટલો કારોબાર થવાનો અંદાજ છે, જેના કારણે દેશભરમાં 50 હજાર કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ થશે. ફક્ત દિલ્હીમાં જ  5 હજાર કરોડ રૂપિયાથી વધુનો વેપાર થવાની સંભાવના છે.

ચીની વસ્તુઓનો ગ્રાહકોએ કર્યો બહિષ્કાર

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહામંત્રી અને ચાંદની ચોકથી ભાજપના ઉમેદવાર પ્રવીણ ખંડેલવાલે જાણકારી આપી કે,  આ વખતે હોળીના તહેવારમાં વેચાણમાં ચીની સામાનનો વેપારીઓ અને ગ્રાહકોએ બહિષ્કાર કર્યો અને માત્ર ભારતમાં જ બનેલા નેચરલ રંગ અને ગુલાલ, પિચકારી, બલૂન, ચંદન, પૂજા સામગ્રી સહિત અન્ય સામાનનું વેચાણ થઈ રહ્યું છે. આ સિવાય મિઠાઈ, ડ્રાયફ્રૂટ, ગિફ્ટ આઈટમ્સ, ફૂલ-ફળ, કપડા સહિતના અન્ય ઉત્પાદનની પણ માગ બજારોમાં જોવા મળી રહી છે. હોળીથી જોડાયેલા સામાનની દેશમાં આયાત લગભગ 10 હજાર કરોડની હોય છે, જે આ વખતે ખૂબ જ ઓછી જોવા મળી છે.
 

    follow whatsapp