મુંબઈ: Jio હાલ દેશની નંબર-1 ટેલિકોમ કંપની છે. કંપની જલ્દી જ એક એવું ડિવાઈસ લાવવાની છે જેનાથી તમે ફ્રીમાં ટીવી ચેનલ્સ જોઈ શકો છો. આ ઉપરાંત તમે IPLની પણ મજા મોટી સ્ક્રીન પર લઈ શકો છો. અમે વાત કરી રહ્યા છીએ Jio Media Cableની.
ADVERTISEMENT
Jio Media Cableની મદદથી કંપની ઘણા DTH ઓપરેટરોને ટક્કર આપવાની તૈયારીમાં છે. Jio Media Cable એક નાનું એવું ડિવાઈસ છે જે તમારે પોતાના ટીવીમાં લગાવવાનું છે. આ ડિવાઈસ જૂના કે નવા બંને ટીવીમાં લાગી શકે છે.
તેને લઈને જાણકારી સૌથી પહેલા GyanTherapy નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અપાઈ છે. તેમાં આ સ્ટ્રીમિંગ ડિવાઈસના કામ કરવાને લઈને પણ જાણકારી આપવામાં આવી છે. માર્કેટમાં પહેલાથી જ Amazon Fire અને Google Chrome જેવા સ્ટ્રીમિંગ ડિવાઈસ છે, પરંતુ આ માટે તમારે સબ્સ્ક્રિપ્શન લેવું પડે છે. Jioના આ ડિવાઈસથી ટીવી પર IPL ઉપરાંત ફિલ્મો અને વેબસીરિઝ પણ જોઈ શકાય છે. આ માટે તમને કેબલ મળી જશે.
કેવી રીતે કામ કરશે આ ડિવાઈસ?
Jio Media Cableમાં બે પોર્ટ્સ આપેલા છે. તેના એક ભાગને HDMI કેબલની મદદથી ટીવીથી કનેક્ટ કરવાનું રહેશે. જ્યારે કેબલની મદદથી બીજો ભાગ Jio Phone અથવા ડિવાઈસ સાથે કનેક્ટ કરવાનો રહેશે. આ બાદ ફોનના સેટિંગમાં જઈને USB Tethering ઓપ્શન ઈનેબલ કરવાનું રહેશે.
કેટલી હોઈ શકે છે ડિવાઈસની કિંમત?
આ ઓપ્શન ઈનેબલ થયા બાદ તમે Jio Cinema એપની મદદથી ટીવી પર કન્ટેન્ટ જોઈ શકો છો. કન્ટેન્ટને તમે હાઈ-ક્વોલિટીમાં પણ એન્જોય કરી શકો છો. તેની કિંમતને લઈને હાલમાં કોઈ જાણકારી સામે આવી નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તેની કિંમત 2000 રૂપિયાની અંદર હોઈ શકે છે.
ADVERTISEMENT
