Stock Market Update: ગઈકાલે અમેરિકન શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. આજે એટલે કે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 631 પોઈન્ટ ઘટીને 81235ના સ્તરે ખૂલ્યો હતો, જ્યારે નિફ્ટી 50 227 પોઈન્ટ ઘટીને 24,783 પર ખુલી હતી. બજાર ખુલ્યાની લગભગ 45 મિનિટ બાદ શેરબજારમાં ઘટાડો વધ્યો હતો. નિફ્ટી 1.09 ટકા અથવા 272.55 ઘટીને 24,738.35 પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે સેન્સેક્સ લગભગ 800 પોઈન્ટ ઘટીને 80,500 પર આવી ગયો હતો. એક દિવસ પહેલા જ શેરબજારમાં સેન્સેક્સ 82,000ની સપાટીએ પહોંચી હતી, જ્યારે નિફ્ટી 25,000ની સપાટી કૂદી હતી.
ADVERTISEMENT
સેન્સેક્સ ગગડ્યો
વહેલી સવારના વેપારમાં, BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 3 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. બાકીના 27 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સૌથી મોટો ઘટાડો ટાટા મોટર્સમાં 3.30 ટકા, ટાટા સ્ટીલમાં 3 ટકા, મારુતિ સુઝુકીમાં 2.85 ટકા, JSW સ્ટીલમાં 2 ટકા, L&Tમાં લગભગ 2 ટકા અને ICICI બેન્કમાં 1.38 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
Gandhinagar: સ્કૂલોમાં આચાર્યોની મોટા પાયે ભરતી જાહેર, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ
યુએસ માર્કેટ ગઈકાલે કેમ ઘટ્યું?
શુક્રવારે સેન્સેક્સ સિવાય નિફ્ટી, બેન્ક નિફ્ટી અને અન્ય તમામ સૂચકાંકો લાલ નિશાન પર હતા. તેનું સૌથી મોટું કારણ અમેરિકન માર્કેટમાં ગઈ કાલે થયેલો મોટો ઘટાડો માનવામાં આવે છે. વૈશ્વિક બજારમાં ઘટાડો મંદીના ડરને કારણે છે, કારણ કે અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ PMI અપેક્ષા કરતા વધુ ઘટ્યો છે અને બેરોજગારોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
આ પાંચ શેરોમાં ધરખમ ઘટાડો
કમિન્સ ઇન્ડિયાનો શેર 7 ટકા ઘટીને રૂ. 3,571 પર છે. આદિત્ય બિરલા કેપમાં 3.74 ટકાનો ઘટાડો થયો છે. ટાટા મોટર્સ, વેદાંત, ટાટા સ્ટીલ, એચએએલ અને ઓએનજીસીના શેરમાં 3 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
73 શેરોમાં લોઅર સર્કિટ
NSE પરના 2,414 શેરોમાંથી માત્ર 493 શેર જ લીલા રંગમાં છે, જ્યારે 1,874 શેરો ઘટાડા પર ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય 47 શેરો યથાવત છે. 78 શેર 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 28 શેરો 52 સપ્તાહના નીચલા સ્તરે પહોંચી ગયા છે. જ્યારે 49 શેરોમાં અપર સર્કિટ અને 73 શેરોમાં લોઅર સર્કિટ છે.
ADVERTISEMENT
