Gold-Silver Price Today : જો તમે ઘણા દિવસોથી સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ એક સારી તક છે. વાસ્તવમાં સોના અને ચાંદીની કિંમતોમાં છેલ્લા ઘણા સમયથી ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. આજે બુધવારે (7 ઓગસ્ટે) ફરી એકવાર સોના-ચાંદીની કિંમતમાં ઘટાડો થયો છે. 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમતમાં ઘટાડો થયો છે. જ્યારે 1 કિલોગ્રામ ચાંદી પણ સસ્તા થઈ ગઈ છે. તો ચાલો જાણીએ કે આજે સોના અને ચાંદીના નવા ભાવ શું છે.
ADVERTISEMENT
આજે સોના-ચાંદીના ભાવમાં નોંધાયો ઘટાડો
આજે એટલે કે 7 ઓગસ્ટ 2024ના રોજ 22 કેરેટ સોનાની પ્રતિ 10 ગ્રામની કિંમતમાં 400 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમતમાં 440 રૂપિયાનો ઘટાડો થયો છે. જે બાદ આજે અમદાવાદમાં 22 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ 63 હજાર 550 રૂપિયા ચાલી રહ્યો છે. તો અમદાવાદમાં 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ 69 હજાર 320 રૂપિયા ચાલી રહ્યો છે. તો ચાંદીના ભાવમાં એક કિલોએ 500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
મોટા શહેરોમાં સોનાનો ભાવ
- અમદાવાદમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 63,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 69,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- રાજકોટમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 63,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 69,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- સુરતમાં પણ 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 63,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 69,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
હાલમાં વડોદરામાં 22 કેરેટ સોનાની કિંમત 63,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 69,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
(ગુજરાતના શહેરોમાં સોનાના ભાવ goodreturns પર અપાયેલી માહિતીના આધારે લખવામાં આવ્યા છે.)
મોટા શહેરોમાં ચાદીની કિંમત
- અમદાવાદમાં 1 કિલોગ્રામ ચાંદીની કિંમત 82 હજાર રૂપિયા છે.
- સુરત, વડોદરા, રાજકોટમાં પણ 1 કિલોગ્રામ ચાંદીની કિંમત 82 હજાર રૂપિયા છે.
(ગુજરાતના શહેરોમાં ચાંદી ભાવ goodreturns પર અપાયેલી માહિતીના આધારે લખવામાં આવ્યા છે.)
તમે મિસ્ડ કોલ દ્વારા પણ સોના અને ચાંદીની કિંમત ચકાસી શકો છો
તમે મિસ્ડ કોલ દ્વારા સોના અને ચાંદીની કિંમત પણ ચકાસી શકો છો. આ માટે તમારે નીચે આપેલા નંબર 8955664433 પર કોલ કરવાનો રહેશે. મિસ્ડ કોલના થોડા સમય પછી તમને SMS દ્વારા દર જાણવા મળશે. આ સિવાય તમે ઓફિશિયલ વેબસાઈટ ibjarates.com પર જઈને પણ રેટ ચેક કરી શકો છો.
મેકિંગ ચાર્જિસ અને ટેક્સ અલગથી વસૂલવામાં આવે છે
તમને જણાવી દઈએ કે, ઉપરોક્ત સોના અને ચાંદીના દરો કોઈ ચાર્જ લીધા વિના અને GST વિના ક્વોટ કરવામાં આવે છે. ભારતીય બુલિયન જ્વેલર્સ એસોસિએશન દરરોજ સોના અને ચાંદીના ભાવ વિશે માહિતી આપે છે. અહીં તમને ટેક્સ અને મેકિંગ ચાર્જ વગર સોના અને ચાંદીના દરો જણાવવામાં આવ્યા છે. IBJA દ્વારા જારી કરાયેલા દરો સમગ્ર દેશ માટે સમાન છે. આમાં કોઈ GST સામેલ નથી. જો તમે સોનું કે ચાંદી ખરીદો છો અથવા મેળવો છો, તો તમારે GST અને મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવા પડશે.
ADVERTISEMENT
