BSNL Mega Offer : સરકારી ટેલિકોમ કંપની BSNL તેના ગ્રાહકોને ખુશ કરવા અને કનેક્ટેડ રાખવા માટે મોટી ભેટ આપી રહી છે. BSNL પસંદગીના સ્પેશિયલ ટેરિફ વાઉચર્સ (STV)ની સાથે રૂ. 1 લાખનું ઈનામ આપી રહી છે. BSNL પ્રીપેડ મોબાઈલ ગ્રાહકો પાત્ર બનવા માટે આ STVમાંથી રિચાર્જ કરી શકે છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં BSNLએ કહ્યું કે તે ગ્રાહકોને દર મહિને 1 લાખ રૂપિયાનું ઈનામ આપશે. આ પુરસ્કાર તે ગ્રાહકોને આપવામાં આવશે જેઓ Zing એપનો ઉપયોગ કરી રહ્યા છે. ચાલો આ ઓફર સાથે જોડાયેલી તમામ માહિતી જોઈએ.
ADVERTISEMENT
1 લાખ રૂપિયાનું ઈનામ આપશે BSNL
BSNL પસંદગીના STVમાંથી રિચાર્જ કરનારા ગ્રાહકોને રૂ. 1 લાખનું ઈનામ આપશે. આ STVs રૂ. 118, રૂ. 153, રૂ. 199, રૂ. 347, રૂ. 599, રૂ. 997, રૂ. 1999 અને રૂ. 2399 છે.
આ પ્લાન્સ સાથે રિચાર્જ કર્યા બાદ ગ્રાહકોએ તેમના મોબાઈલ ફોનમાં Zing એપ ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ જો તમે નસીબદાર છો, તો તમે BSNL તરફથી ઇનામ જીતી શકશો.
BSNLનો આ પ્લાન નવા ગ્રાહકોને આકર્ષવા અને નિષ્ક્રિય ગ્રાહકોને રિચાર્જ કરવા માટે પ્રેરિત કરવા માટે BSNL તરફથી પ્રમોશનલ ઑફર છે. જો તમે હજુ સુધી BSNL ગ્રાહક નથી, તો તમે મફતમાં નવું સિમ ખરીદી શકો છો. કંપનીએ જાહેરાત કરી છે કે તે ફ્રીમાં 4G સિમ કાર્ડ આપી રહી છે.
દેશના તમામ ટેલિકોમ ઓપરેટરોમાં BSNL રિચાર્જ પ્લાનની કિંમતો સૌથી ઓછી છે. જો કે, હાઈ-સ્પીડ નેટવર્કના અભાવને કારણે BSNL ખાનગી ટેલિકોમ કંપનીઓ સાથે સ્પર્ધા કરી રહી નથી.
ADVERTISEMENT
