લગ્નગાળાની સિઝન વચ્ચે ફરી સિંગતેલ થયું મોંઘું, ડબ્બે 30 રૂપિયાનો વધારો
અમદાવાદ: ગુજરાતભરમાં દિવસે ને દિવસે મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારી લોકોની ઠંડી ઉડાડી રહી છે. મોંઘવારીએ માઝા મૂકી છે. રાજ્યની જનતાને એક બાદ એક…
ADVERTISEMENT

અમદાવાદ: ગુજરાતભરમાં દિવસે ને દિવસે મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારી લોકોની ઠંડી ઉડાડી રહી છે. મોંઘવારીએ માઝા મૂકી છે. રાજ્યની જનતાને એક બાદ એક મોંઘવારીના માર પડી રહ્યા છે. પેહલા PNG અને CNG હવે સિંગતેલમાં પણ ભાવ વધારો થયો છે. આમાં મધ્યમ વર્ગીય ખુબ પીસાઈ જાય છે. લગ્નગાળાની સિઝન વચ્ચે એક જ દિવસમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 30નો વધારો થયો છે.
સતત વધતી જતી મોંધવારી કારણે સામાન્ય માણસનુ બજેટ ખોરવાયું રહ્યુ છે. જીવન જરુરીયાતના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ફરી મોંઘવારીનો એક ફટકો પડ્યો છે. આજે સિંગતેલના ભાવમાં ફરી એક વખત વધારો થયો છે.આજે સિંગતેલના ડબ્બે 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ફરસાણ મોંઘું થઈ શકે છે
મગફળીની ખરીદી હજુ ચાલુ હોવા છતાં સિંગતેલના ભાવમાં સતત ભાવવધારો થયો છે. ચાલુ વર્ષે મગફળીનું 42લાખ ટન ઉત્પાદન થવા છતાં ભાવ વધી રહ્યા છે. . જો ભાવ વધારો ચાલુ રહેશે તો ફરસાણ સહિતની આઈટમો ફરીથી મોંઘી થશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: બનાસકાંઠા: નારી સંરક્ષણ કેન્દ્રમાંથી મહિલા પોતાની 3 વર્ષની બાળકીને લઈ રફુચક્કર, ગંભીર બેદરકારી
ડિસેમ્બરમાં થયો હતો વધારો
છેલ્લે વર્ષ 2022ના અંદાજે ડિસેમ્બર મહિનામાં તેલના ભાવમાં વધારો થયો હતો. જેમાં તે સમયે સિંગતેલના ભાવમાં ડબ્બામાં 20થી 30 રૂપિયાનો વધારો થયો હતો. ત્યાર બાદ જાન્યુઆરીમાં ત્રણ વખત ભાવ વધારો થયો છે. આ સાથે લોકોને ઘર ચલાવવું મુશ્કેલ થયું છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજી, મસાલાના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહયો છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT