અમેરિકન કંપનીના એક રિપોર્ટથી Adani ગ્રુપને રૂ.50 હજાર કરોડનું નુકસાન, હવે કાર્યવાહીના મૂડમાં ગૌતમ અદાણી

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: નવા વર્ષ 2023ના પહેલા મહિનામાં જ અદાણી ગ્રુપ (Adani Group) માટે અમેરિકન કંપનીની એક રિપોર્ટ નુકસાનકારક સાબિત થઈ છે. આ રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની કંપનીઓના શેરોમાં અચાનક ઘટાડો થયો છે અને તેમને રૂ.50 હજાર કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું હતું. ફોરેન્સિક ફાયનાન્સિયલ રિસર્ચ ફર્મ Hindenburgની રિપોર્ટમાં અદાણી ગ્રુપની કંપનીઓ પર ઘણા સવાલ કરાયા છે. હવે અદાણી ગ્રુપ હિંડનબર્ગ રિસર્ચ વિરુદ્ધ મોરચો ખોલવાની તૈયારીમાં છે.

અમેરિકન કંપની સામે કાયદાકીય કાર્યવાહી કરશે ગૌતમ અદાણી
ગણતંત્ર દિવસે અદાણી ગ્રુપ દ્વારા આ સંબંધમાં એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં કહેવાયું છે કે, તે રિસર્ચ ફર્મ Hindenburg વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી માટે અમેરિકા અને ભારતીય કાયદા અંતર્ગત જોગવાઈનું મૂલ્યાંકન કરી રહ્યા છે. જેનાથી ગ્રુપ પર ટેક્સ હેલનના અનુચિત ઉપયોગ અને ભારે દેવા પર સવાલ કરવામાં આવ્યા છે.

હિંડનબર્ગનો રિપોર્ટ ખોટો હોવાનો દાવો
ગૌતમ અદાણી ગ્રુપ તરફથી જારી કરાયેલા સ્ટેટમેન્ટમાં પાછલી 24મી જાન્યુઆરીએ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા પ્રકાશિત રિપોર્ટને ખોટી દર્શાવાઈ છે. જેમાં કહેવાયું છે કે, રિપોર્ટ પસંદગીની ખોટી સૂચનાઓ, જૂની, નિરાધાર અને બદનામ આરોપોનું એક દુર્ભાગ્યપૂર્ણ સંયોજન છે. આ રિપોર્ટને કોઈપણ રિસર્ચ વિના તૈયાર કરાઈ છે. તેને પ્રકાશિત થયા બાદ અમારા શેર હોલ્ડર્સ અને ઈન્વેસ્ટર્સના સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર પડી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

અદાણી ગ્રુપે રિપોર્ટ પર શું કહ્યું?
અદાણી ગ્રુપે કડક શબ્દોમાં કહ્યું કે, કંપનીના ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ (FPO)ને નુકસાન પહોંચાડવા માટે એક વિદેશ ફર્મ દ્વારા જાણી જોઈને અમને પરેશાન કરવામાં આવ્યા છે. અદાણી મેનેજમેન્ટે કહ્યું કે આ રિપોર્ટે ગ્રુપની ઈન્વેસ્ટર્સ કોમ્યુનિટી અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરવાના સાથે અદાણી ગ્રુપના લીડર્સની પ્રતિષ્ઠાને ઓછી કરવાનું કામ કર્યું છે. આથી અમે દંડાત્મક કાર્યવાહી માટે કાયદા મુજબ જોગવાઈનું મુલ્યાંકન કરી રહ્યા છીએ.

રિપોર્ટ બાદ ગ્રુપને રૂ.50 હજાર કરોડનું નુકસાન
નોંધનીય છે કે હિંડનબર્ગની આ રિપોર્ટ આવ્યા બાદ ગૌતમ અદાણીની સંપત્તિની ફોર્મ્બની રિયલ ટાઈમ બિલેનિયર ઈન્ડેક્સ મુજબ 6.1 અબજ ડોલર એટલે કે 489,99,30,00,000 રૂપિયા સુઘી ઘટી ગઈ. શેર બજારમાં લિસ્ટેડ અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે ગ્રુપની 7 મુખ્ય લિસ્ટેડ કંપનીઓ 85 ટકાથી વધારે ઓવરવેલ્યૂ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT