ભર ઉનાળે ચોમાસું! કચ્છમાં 2 કલાકમાં 2 ઈંચ સહિત 53 તાલુકામાં માવઠું, હજુ ક્યાં સુધી વરસાદ પડશે?

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: હવામાન વિભાગની આગાહીને પગલે ગઈકાલે શનિવારે રાજ્યના ઘણા જિલ્લાઓમાં કરા સાથે માવઠું થયું. ત્યારે હજુ આગામી દિવસ કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. શનિવારે રાજ્યના 53 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં ભુજમાં માત્ર 2 કલાકમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે પાટણના સરસ્વતી અને અમદાવાદના માંડલ તાલુકામાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો, તો હિંમતનગરમાં પણ સવા ઈંચ વરસાદ પડ્યો હતો.

માવઠાથી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન
વરસાદથી અરવલ્લીના મોડાસા, છોટા ઉદેપુરમાં સહિતના જિલ્લાઓમાં મોટી સંખ્યામાં ખેડૂતના પાકને નુકસાન થયું છે. મોડાસાના મણિયાર પંથકમાં તરબૂચના પાકને વ્યાપક નુકસાન થયું છે. તો છોટા ઉદેપુરમાં પણ માવઠાના કારણે દિવેલા અને મકાઈના ઊભા પાકને નુકસાન થતા જગતનો તાત લાચાર બન્યો છે. ખેડૂતોએ આખી સીઝન મહેનત કરી અને પાક તૈયાર થયો ત્યાં માવઠું આવી જતા મહેનત પર પાણી ફરી વળ્યું. એવામાં હવે તેઓ સરકાર પર વળતરની આશ રાખીને બેઠા છે.

કચ્છમાં વરસાદનો વીડિયો

આ પણ વાંચો

ADVERTISEMENT

પાટણમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓ ફસાયા
પાટણમાં સતત વરસાદને પગલે પાટણની બી એમ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પણ પાણીમાં ફસાઈ ગયા હતા. માહિતી મળતા જ નગરપાલિકાની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને તમામને ટ્રેક્ટર અને અન્ય વાહનોની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. બોર્ડની પરીક્ષા આપવા આવેલા અંદાજે દોઢસો વિદ્યાર્થી સ્કૂલમાં હતા જેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT