સુરત એરપોર્ટ પર નીલ નીતિશ મુકેશની ‘હિસાબ બરાબર’નું થયું શૂટિંગ, ફિલ્માવાયું પ્લેન હાઈજેકનું દ્રષ્ય

Urvish Patel

ADVERTISEMENT

સુરત એરપોર્ટ પર નીલ નીતિશ મુકેશની 'હિસાબ બરાબર'નું થયું શૂટિંગ, ફિલ્માવાયું પ્લેન હાઈજેકનું દ્રષ્ય
સુરત એરપોર્ટ પર નીલ નીતિશ મુકેશની 'હિસાબ બરાબર'નું થયું શૂટિંગ, ફિલ્માવાયું પ્લેન હાઈજેકનું દ્રષ્ય
social share
google news

સુરતઃ સુરતમાં આજે એરપોર્ટ પર ફિલ્મ અભિનેતા નીલ નીતિશ મુકેશની ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. સુરત એરપોર્ટ પર આ ફિલ્મનું એક દ્રષ્ય ફિલ્માવવામાં આવ્યું હતું. સુરત જાણે શૂટિંગ માટેનું ડેસ્ટિનેશન બનતું જતું હોય તેમ આ એક જ અઠવાડિયામાં વધુ એક શૂટિંગ છે. હમણાં જ ગયા અઠવાડિયે જહ્નાવી કપુર અને રાજકુમાર રાવ પણ શૂટિંગ માટે સુરત ખાતે આવ્યા હતા. ત્યારે આજે સુરત એરપોર્ટ પર વધુ એક હિન્દુ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે.

પરવાનગી સાથે શરૂ કર્યું શૂટિંગ
જાણિતો અભિનેતા નીલ નીતિશ મુકેશ પોતાની હિસાબ બરાબર ફિલ્મનું શૂટિંગ કરવા માટે અહીં ટર્મિનલ બિલ્ડિંગના અરાઈવલ ખાતે બોમ્બ મુકવાના અને પ્લેન હાઈજેકને લગતા ફિલ્મનું દ્રષ્ય ફિલ્માવવામાં આવ્યું હતું. મોડી રાત્રી સુધી આ શૂટીંગ કરવામાં આવ્યું હતું. આ અંગે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની પરવાનગી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સુરત એરપોર્ટ પર સાંજના 5 વાગ્યા પછી કલાકો સુધી બીજી ફ્લાઈટની અરવજવર ન હતી જે દરમિયાન આ શૂટિંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

નવસારીના વિનય પટેલ હત્યાકાંડમાં 3 આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજુર, કેમ કરી હત્યા? મેળવશે જવાબ

અભિનેત્રીમાં નવસારીની રશ્મી દેસાઈ
હિસાબ બરાબર ફિલ્મના શૂટિંગ દરમિયાન નીલ નીતિશ મુકેશને લગેજના ઢગલાઓ સાથે જોવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં ગુજરાતી રંગભૂમિના પણ ઘણા બધા કલાકારોએ નીલ સાથે કામ કર્યું છે. જેમાં સીઆઈએસએફ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ જવાનોનો રોલ સુરતના કલાકારોએ ભજવ્યો છે. આ ફિલ્મમાં નીલ સાથે માધવન અને કીર્તિ કુલ્હારી અને અભિનેત્રીમાં રશ્મી દેસાઈ છે. આપ જાણો છો કે રસ્મીએ પણ ગુજરાતના નવસારીની વતની છે. અહીં શૂટિંગ જોઈ લોકો પણ ખુશખુશાલ થઈ ગયા હતા. લોકોએ સ્ટાર્સ સાથે તસવીરો પડાવી હતી, સેલ્ફી લીધી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT