Kheda માં કિડની કૌભાંડ: અનેક યુવકોની કિડની 3-3 લાખમાં વેચી દેવાયાનો આક્ષેપ - scam of sale of human organs in gujarat kidneys of 10 youths of kheda district were sold - GujaratTAK
આપણું ગુજરાત લેટેસ્ટ સ્ટોરીઝ

Kheda માં કિડની કૌભાંડ? અનેક યુવકોની કિડની 3-3 લાખમાં વેચી દેવાયાનો આક્ષેપ

ખેડા : જિલ્લાના મહુધા તાલુકામાં 10 જેટલા લોકોની કિડની વેચાઇ હોવાનો એક યુવકે આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો હતો. મહુધા તાલુકાના ભુમસ ગામમાં રહેતા અશોક નામનો વ્યક્તિ તેમાં સંડોવાયેલો હોવાનો પણ આક્ષેપ થયો હતો. ભુમસ ગામના 10 જેટલા લોકોની કિડની વેચી નંખાઇ હોવાની નામજોગ અરજી પોલીસમાં થઇ હતી. હાલ તો પોલીસે તમામના નિવેદન નોંધવાની શરૂઆત […]
Kidney scam in Gujarat

ખેડા : જિલ્લાના મહુધા તાલુકામાં 10 જેટલા લોકોની કિડની વેચાઇ હોવાનો એક યુવકે આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો હતો. મહુધા તાલુકાના ભુમસ ગામમાં રહેતા અશોક નામનો વ્યક્તિ તેમાં સંડોવાયેલો હોવાનો પણ આક્ષેપ થયો હતો. ભુમસ ગામના 10 જેટલા લોકોની કિડની વેચી નંખાઇ હોવાની નામજોગ અરજી પોલીસમાં થઇ હતી. હાલ તો પોલીસે તમામના નિવેદન નોંધવાની શરૂઆત કરી છે. જે પૈકીના બે લોકોએ આજે મીડિયા સમક્ષ જ પોતે કિડની દિલ્હીમાં અઢી લાખ રૂપિયામાં વેચી નંખાઇ હોવાનો સ્વીકાર કર્યો હતો.

ભુમસ ગામના એક યુવકે ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા

ભુમસ ગામના એક યુવકે સમગ્ર મામલે ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ભૂમસ ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા ગોપાલ પરમાર નામના યુવકે સમગ્ર મામલે ખેડા જિલ્લા પોલીસવડાને અરજી કરી હતી. જેમાં એટલા ગંભીર આક્ષેપ હતા કે સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

20 હજાર રૂપિયા વ્યાજ સાથે શરૂ થયો કિડનીના વેચાણનો ખેલ

આ અંગે એક યુવકે મીડિયા સમક્ષ કબુલાત કરી હતી યુવકે પોતાનું નામ ગોપાલ પરમાણ જણાવ્યું હતું. અરજીમાં તેણે જણાવ્યું કે, અમારા ફળિયામાં રહેતા અશોક પાસેથી એક વર્ષ અગાઉ 20 હજારની જરૂર હોવાથી 30 ટકાના વ્યાજ દરે પૈસા ઉઠાવ્યા હતા. દર મહિને નિયમિત રીતે 4 હજાર રૂપિયા વ્યાજ ચુકવતો હતો. દરમિયાન અશોક વ્યાજ વધારવા લાગ્યો હતો. જો કે પૈસાની સગવડ નહી થતા તેણે કહ્યું કે, તુ એક કામ કર તને સારી નોકરી અપાવું છું. જેમાં સારો પગાર મળશે. હાવડા પશ્ચિમ બંગાળમાં મહિને રૂપિયા 30 હજાર પગાર મળશે. તેના માટે મેડિકલ રિપોર્ટ, આવકનો દાખલો જેવા કાગળો તૈયાર કરવા પડશે.

ઉંચા પગારની નોકરીની લાલચ આપીને પશ્ચિમ બંગાળ મોકલાયા

જેથી નોકરીની સંમતી દર્શાવતા તેઓ મને ટ્રેનમાં નડિયાદથી હાવડા પશ્ચિમ બંગાળ લઇ ગયા હતા. ત્યાં સિટીમાં એક મકાનમાં અશોક સાથે એક બહેન અને ત્રણ ઇસમો હાજર હતા. તેઓએ મારી એક સ્ટેમ્પ પેપર પર સહી કરાવી હતી. ત્યાર બાદ એક હોસ્પિટલ લઇ ગયા ચ્યાં એક ડોક્ટરે હિન્દીમાં પુછ્યું કે, આપ અપની મરજી સે કિડની ડોનેટ કર રહે હે. જો કે મને સમગ્ર મામલે ખબર પડી જતા હું જેમ તેમ કરીને ત્યાંથી છટકીને આવી ગયો હતો.

પોલીસે કહ્યું સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે, હાલ ટિપ્પણી કરવી અયોગ્ય

ગામમાં આવીને તપાસ કરી તો મને ખબર પડી હતી કે અશોકે 10 થી 15 લોકોની સાથે આ પ્રકારે છેતરપિંડી કરીને તેમની કિડનીઓ કાઢી લીધી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જો યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો આ ખુબ જ મોટુ રેકેટ સામે આવી શકે છે. આ માત્ર મહુધા જિલ્લામાં નહી પરંતુ સમગ્ર રાજ્ય વ્યાપી કૌભાંડ પણ હોઇ શકે છે. હાલ તો સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે. પોલીસ તપાસમાં કેટલાક નવા ખુલાસાઓ પણ થઇ શકે છે. યુવકના આક્ષેપોની પણ તપાસ ચાલી રહી છે. જો કે યુવકના દાવામાં પણ કેટલાક શંકાસ્પદ દાવાઓ છે જેથી હાલ પોલીસે કોઇ પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે. યોગ્ય તપાસ બાદ જ તમામ તથ્યો સામે આવે તેવી શક્યતા છે.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…