નાની ઉંમરે હાર્ટ એટેકનું વધ્યું પ્રમાણ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લીધો મોટો નિર્ણય

Heart Attack News: ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ બરોજ હાર્ટ એટેકના બનાવોની હારમાળાઓ વધી રહી છે. આ મામલે જુદા-જુદા…

Heart Attack News: ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ બરોજ હાર્ટ એટેકના બનાવોની હારમાળાઓ વધી રહી છે. આ મામલે જુદા-જુદા તબીબો અલગ-અલગ કારણો આપી રહ્યા છે. આમ છતાં અચાનક યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ કેમ વધી ગયું છે તેની પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હૃદયની બિમારી ધરાવતા લોકોની યુનિવર્સિટીના સ્વિમિંગપૂલ, જીમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં પ્રવેશબંધી કરાઇ છે.

યુનિવર્સિટીમાં લાગ્યા બેનરો

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઠેર-ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં કુલ સચિવ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે, બાસ્કેટબોલ કોર્ટમાં આવનાર વ્યક્તિને હ્રદયને લગતી અથવા અન્ય કોઈ બીમારી હોય તો તેવી વ્યક્તિએ બાસ્કેટબોલ રમવું નહીં. ફીટનેશ અંગેનું ડોક્ટરનું સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ જ બેડમિન્ટન રમવું અન્યથા જવાબદારી સંબંધિત વ્યક્તિની રહેશે.

જીમની બહાર લગાવાયું પોસ્ટર

તો જીમની બહાર લગાવવામાં આવેલા બેનરમાં લખવામાં આવ્યું છે કે, મેન્સ જીમમાં આવનાર વ્યક્તિને જો હ્રદયને લગતી અથવા અન્ય કોઈ બીમારી હોય તો તેવી વ્યક્તિએ જીમમાં કસરત કરવી નહીં. ફીટનેશ અંગેનું ડોક્ટર સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ જ જીમમાં કસરત કરવી અન્યથા સંબંધિત વ્યક્તિની જવાબદારી રહેશે.

ફટનેશ સર્ટિફિકેટ રજૂ કરવું ફરજિયાત

સ્વિમિંગ પુલ પાસે લગાવવામાં આવેલા બેનરમાં લખેલું છે કે, સ્વિમિંગ પુલમાં શિખાઉ વ્યક્તિએ લાઈફ જેકેટ તથા જરૂરી સેફ્ટી ઈક્વિપમેન્ટ પહેરીને જ સ્વિમિંગ કરવું. જો કોઈ સભ્યને હ્રદયને લગતી અથવા અન્ય કોઈ બીમારી હોય તો તેવી વ્યક્તિએ સ્વિમિંગ કરવું નહીં. ફિટનેશ અંગેનું ડોક્ટરનું સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ જ સ્વિમિંગ કરવું અન્યથા સંબંધિત વ્યક્તિની જવાબદારી રહેશે.

ડોક્ટરો જણાવી રહ્યા છે આ કારણ

રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના બનાવ પર ડોક્ટરો જણાવી રહ્યા છે કે, PM (પોસ્ટ મોર્ટમ) રિપોર્ટમાં સામે આવ્યું છે કે હાર્ટ એટેકથી જ હ્રદય બંધ થઈ જાય છે. આવા કેસોમાં અન્ય કોઈ કારણ જણાતું નથી. હાર્ટ એટેક આવવા પાછળના અલગ-અલગ કારણો હોઈ શકે છે. જેમ કે કોઈને સ્ટ્રેસ હોય, કોઈને ચિંતા હોય, કોઈને વધારે હરખ હોય, કોઈને બ્લડપ્રેશરની બીમારી હોય તો પણ આવું થઈ શકે છે.