અમદાવાદઃ અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મોટી સંખ્યામાં આ રથયાત્રામાં લોકો જોડાતા હોઈ રથયાત્રાના રૂટ પર પોલીસને પણ સતર્ક રહેવું અને સલામત રીતે રથયાત્રાને પાર પાડવાનું બીડું હોય છે. તેવામાં અગાઉ પણ રથયાત્રા પર હુમલાની ઘટનાઓને ધ્યાને લેતા કેટલાક વિસ્તારોને સંવેદનશીલ પણ ગણવામાં આવે છે. આવા વિસ્તારોનું આજે પોલીસ દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. એટલું જ નહીં ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.
FBI એ આ ગુજરાતીને જાહેર કર્યો મોસ્ટ વોન્ટેડ, માહિતી આપનાર બનશે કરોડપતિ
આ વિસ્તારો આજે પણ સંવેદનશીલ મનાય છે
રથયાત્રા સંદર્ભે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રથયાત્રા રુટ ઉપર આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાડી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. જેમાં રથયાત્રાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેની સતત તકેદારી રખાઈ રહી છે. શહેરના દરિયાપુર, શાહપુર અને દિલ્લી દરવાજાનો સમાવેશ આજે પણ સંવેદનશીલ વિસ્તારમાં થઈ રહ્યો છે. જેને લઇને આ વિસ્તારોમાં વધુ હાઈ રિઝોલ્યુશન ક્વોલિટી ધરાવતા કેમેરા, બોડીવોન કેમેરા અને ડ્રોનથી બાજ નજર રાખવાંમાં આવશે. એક તરફ મોટો પોલીસ કાફલો તો છે જ પરંતુ આ ઉપરાંત ત્રીજી આંખ એટલે કે કેમેરાઓ થકી પણ રૂટ પર નજર રાખવામાં આવશે. આ તમામ કેમેરાનું મોનિટરીંગ પણ કરવામાં આવતું હોય છે.
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, અમદાવાદ)