ભાજપમાં આવ્યો રાજીનામાંનો રાજકીય ભૂકંપ, એક સાથે 3 નેતાઓના રાજીનામાં

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

 નર્મદા: લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં સબ સલામત ન હોય તેવા અનેક વખત ચિત્રો સામે આવી ચૂક્યા છે. એક તરફ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલ તમામ બેઠકો વિપક્ષની ડિપોઝિટ જપ્ત કરી જીતવા માટે માંથી રહ્યા છે. ત્યારે બીજી તરફ ભાજપના હોદ્દેદારોના રાજીનામાં સામે આવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ભાજપ પ્રમુખ અને બન્ને મહામંત્રીએ આજે રાજીનામાં ધરી દીધા છે.

જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ પોતાના સોગઠા ગોઠવવામાં વ્યસ્ત બન્યા છે.રાજકીય માહોલ તૈયાર થવા લાગ્યો છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં ભાજપમાં રાજીનામાંનો રાજકીય ભૂકંપ આવ્યો છે. એક સાથે ત્રણ નેતાઓએ અચાનક રાજીનામા ધરી દીધા છે, આ પછી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. લોકસભાની ચૂંટણી પહેલા નવાજૂનીના એંધાણ છે.

જિલ્લા ભાજપની સૂચનાથી આપ્યું રાજીનામું
ક્વાંટ તાલુકા પ્રમુખે રાજીનામું આપી દીધુ છે, આ સાથે જ 2 મહામંત્રીઓએ પણ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધુ છે. રાજીનામું અપનારાઓમાં પ્રમુખ રાઠવા રમણસિંહભાઈ, મહામંત્રી રાઠવા જીકેશભાઈ, મહામંત્રી રાજપૂત મહેન્દ્રસિંહે છે. કવાંટ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ અને બે મહામંત્રીઓ એકાએક રાજીનામુ આપતા પક્ષમાં ચર્ચાઓનો દોર શરૂ ગયો છે. જોકે આ રાજીનામું જિલ્લા ભાજપની સૂચના બાદ આપવામાં આવ્યુ હતુ તેમ જણાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)

    follow whatsapp

    ADVERTISEMENT