શહેરા તાલુકાના પંચાયતના વિરોધ પક્ષના નેતા જે. બી. સોલંકીએ કલેક્ટર કચેરીમાં જ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ , જાણો શું છે કારણ

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દૂલ ગજ્જર, પંચમહાલ: તંત્ર દ્વારા કામગીરીને લઈ અને પોતાના પ્રશ્નોને લઈ લોકો આત્મવિલોપનનો પ્રયાસ કરતાં હોય છે. ત્યારે આજે લોક પ્રતિનિધી દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પંચાયતના વિરોધ પક્ષના નેતા જે. બી. સોલંકીએ કલેક્ટર કચેરીમાં શરીર ઉપર પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પંચાયતના વિરોધ પક્ષના નેતા જે. બી. સોલંકીએ કલેક્ટર કચેરીમાં શરીર ઉપર પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આત્મવિલોપનના પ્રયાસ નું મુખ્ય કારણ છે તળાવને પુરવાનો ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવેલ ઠરાવ છે . ઘટના એવી હતી કે શહેરા તાલુકાના વલ્લવ પૂર ગામના સરકારી તળાવ ને પૂરવાનો ગ્રામપંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવતા કરી હતી અનેક રજૂઆતો થઈ હતી. સરકારી તળાવ પૂરી દેવાના ગ્રામપંચાયતના ઠરાવ ને રદ્દ કરવા માટે અનેક રજૂઆતો બાદ કોઈ કાર્યવાહી ન થતાં જે.બી. સોંલકીએ કલેક્ટર કચેરીમાં શરીર ઉપર પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: રાજ્યમાં પોલીસ ભરતીની સંઘવીની જાહેરાત પર યુવરાજસિંહ જાડેજા એ કરી ટકોર, જાણો શું કહ્યું ?

આ પણ વાંચો

ADVERTISEMENT

સાથે જ આ ઘટનામાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિવિધ સરકારી કામમાં ગેરરીતિ થયાની રજૂઆત કલેકટરે સાંભળી નથી. આપઘાતના પ્રયાસની ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો જિલ્લા કલેકટર કચેરીએ દોડી આવ્યો હતો. તેમજ જિલ્લા કલેકટર સહિત સરકારી વિભાગ રજૂઆત ન સાંભળતા આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનું જે.બી. સોલંકીએ જણાવ્યું હતું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT