Amreli: 15 ફૂટની જાળી કુદીને દીપડો ઘૂસ્યો ધારી સફારી પાર્કમાં- Video
અમરેલીઃ અમરેલીના ધારી પંથકમાં અવારનવાર જંગલી પશુ પ્રાણીઓની આવા જાહી રહેતી હોય છે. ઘણી વખત હિંસક પ્રાણીઓ પણ દેખા દેતા હોય છે. આવો જ એક…
ADVERTISEMENT

અમરેલીઃ અમરેલીના ધારી પંથકમાં અવારનવાર જંગલી પશુ પ્રાણીઓની આવા જાહી રહેતી હોય છે. ઘણી વખત હિંસક પ્રાણીઓ પણ દેખા દેતા હોય છે. આવો જ એક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમાં એક દીપડો 12થી 15 ફૂટ ઊંચી જાળી કુદીને ધારીના સફારી પાર્કમાં પ્રવેશે છે.
ડમીકાંડમાં પકડાયેલા શિક્ષક સામે કાર્યવાહીઃ વિપુલ તુલસીદાસને કરાયો સસ્પેન્ડ
ધારી સફારી પાર્કમાં ગીરના જંગલ તરફથી આવેલા દીપડાએ પ્રવેશ કર્યો હોવાનું જોઈ શકાય છે. આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કંડારી લીધો હતો. સફારી પાર્કની વોલ કુદતા દીપડાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટનામાં જોઈ શકાય છે કે ગીરના જંગલ વિસ્તારનો દીપડો ધારીમાં સફારી પાર્કમાં પ્રવેશ કરે છે. જુઓ આ વીડિયો…
ADVERTISEMENT
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT