પાટણમાં કમોસમી વરસાદમાં જ પાણી ભરાતા સ્કૂલના વિદ્યાર્થીઓ ફસાયા- જુઓ રેસક્યૂનો Video

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

પાટણ/અરવલ્લીઃ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ઘમા વિસ્તારોમાં વરસાદની સાથે સાથે ટપોટપ બરફના કરા પણ પડ્યા છે. પાટણ જિલ્લામાં પણ કરા પડ્યા છે. અરવલ્લી, ડાંગ, વડોદરા, અમદાવાદ સહિત ઘણા જિલ્લાઓમાં પણ વરસાદ પડ્યો છે ત્યારે માત્ર કમોસમી વરસાદમાં પણ પાણીમાં લોકો ફસાઈ ગયા હોવાના અહેવાલે સહુને ચોંકાવી દીધા છે.

દોઢસો વિદ્યાર્થીઓનું કરાયું રેસ્ક્યૂ
પાટણમાં સતત થઈ રહેલા વરસદાને પગલે પાટણની બી એમ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ પણ પાણીમાં ફસાઈ ગયા હતા. માહિતી મળતા જ નગરપાલિકાની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને તમામને ટ્રેક્ટર અને અન્ય વાહનોની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. અંદાજે દોઢસો વિદ્યાર્થી સ્કૂલમાં હતા જેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. અહીં જુઓ પાટણ અને અરવલ્લીના કેટલાક વીડિયો…

અરવલ્લીમાં ગર્જના સાથે વરસાદ

આ પણ વાંચો

ADVERTISEMENT

(ઈનપુટઃ વિપિન પ્રજાપતિ-પાટણ, હિતેશ સુતરિયા- અરવલ્લી)

    follow whatsapp

    ADVERTISEMENT