દેશ અને દુનિયામાં આર્ચરી ક્ષેત્રે ગજવનાર ખેલાડી કેવડિયા આવ્યા: પેરીસ ઓલોમ્પિકની તૈયારીઓ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલાઃ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની તીરંદાજીની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાની અંદર દેશના કેન્દ્ર અને રાજ્ય કુલ મળી 45 રાજ્યોના મહિલા પુરુષ તીરંદાજોએ ભાગ લીધો છે. આ તીરંદાજી સ્પર્ધાની અંદર ભારતના અનેક અર્જુન એવોર્ડ વિજેતા, ઓલિમ્પિકમાં ભાગ લઈ ચુકેલા તેમ જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તીરંદાજી ક્ષેત્રે નામના મેળવી ચૂકેલા તીરંદાજોએ ભાગ લીધો છે. આ સ્પર્ધા દરમિયાન તીરંદાજોને માટે પ્રથમ વખત ગુજરાતના આવી સ્પર્ધા યોજાતાં તીરંદાજોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે. સમગ્ર સ્પર્ધાનું આયોજન રાષ્ટ્રીય આર્ચરી એસોસિએશન અને ગુજરાત આર્ચરી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે આ સ્પર્ધાની અંદર વિજેતાઓને મેડલ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, બીજેપીના ગુજરાત પ્રદેશના યુવા મોરચાના ઉપ પ્રમુખ મુકેશ રાઠવા, એસ આર પી ગ્રુપ 18 ના ડી વાય એસપી એલ પી ઝાલા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Stock Market: એક લાખનું રોકાણ એક કરોડનું થયું, ફાર્માસ્યુટિકલ કંપનીએ કરી કમાલ!

2 વર્લ્ડ કપ અને એક એશિયન તથા પેરિસ ગેસ્મ્સ ક્વોલિફાય યોજાશે
વિશ્વના નંબર વન રહી ચૂકેલા અને એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવૉર્ડ સ્પર્ધામાં જીતી ભારતનું ગૌરવ વધારનાર પદ્મશ્રી વિજેતા દિપીકા કુમારીએ જણાવ્યું હતું કે, ભારતમાં સારી યંગ ઍથલીસ્ટ આવી રહ્યા છે પોતાની ગેમ પર ફોક્સ કરવું જરૂરી છે.તેમના પર ઘણી ઉમ્મીદ છે . રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જીત મેળવનાર અર્જુન એવૉર્ડ જીતેલા અતૂના દાસ જણાવ્યું હતું પહેલીવાર આવ્યો છું. ખુબ સારો અનુભવ રહ્યો છે. વ્યવસ્થા ખૂબ સારી છે. 10 વર્ષમાં ઘણી સારી મદદ કરી રહી છે. ઈકવિપમેન્ટ ફેસિલિટી આપે છે. નેશનલ સારા ખેલાડી આવી રહ્યા. ટેલેન્ટ ઉપર આવી રહ્યા છે. ક્રિકેટમાં લોકોને એટલા માટે બહુ રસ છે કે તે ટેલિકાસ્ટ બહુ થાય છે અને ક્રિકેટના બેટ કે બોલ ઇઝી અવેલેબલ હોઈ છે. આવી આર્ચરીમાં અવેબિલિટી નવી રાહ જોવી છે અને આ વર્ષ અમારા માટે ખૂબ મહત્વનું છે. કારણ કે બે વર્લ્ડ કપ છે. એશિયન ગેમ્સ અને પેરિસ ઓલોમ્પિકની ક્વોલિફાય પણ યોજનાર છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

જયંત તાલુકદારે શું કહ્યું?
નેશનલ ચેમ્પિયન બનેલા જ્યંત તાલુકદારે જણાવ્યું હતું કે મેં મારું પરફોર્મન્સ સુધાર્યું છે.છેલ્લે મેં 2015 માં નેશનલ ચેમ્પિયન બન્યો હતો.4 વખત હું નેશનલ ચેમ્પિયન બન્યો છે. હાર્ડ વર્ક બહુ છે. મેં ઓલોમ્પિક છોડી બધા જ મેડલ છે મારી પાસે નેશનલ, એશિયન વર્લ્ડ ચેમ્પિયનસિપ, કોમવેલ્થ ના મેડલ છે. ઈચ્છા છે કે હું દેશ માટે એક ઓલોમ્પિક મેડલ જીતી લાવું ત્યારે હું ફિટનેસ પર ધ્યાન આપી રહ્યો છે. 100 મેન્ટલી ફિઝિકલી ટેકનિકલી પરફેકટ હોઈ તો જ ઓલોમ્પિકમાં મેડલ મેળવી શકાય છે. હવે ખૂબ સારી ફેસિલિટી કેન્દ્ર સરકાર ખૂબ મદદ મળે છે. તેમજ પ્રાઇવેટ સેકટર પણ મદદ કરી રહ્યા છે. હવે નવા ખેલાડીઓ આવી રહ્યા છે. ઓલોમ્પિક પહેલા ખેલાડીઓ ફોક્સ થઈ જાય પ્રેસરમાં આવી જાય છે. ત્યારે સતત ખેલાડીઓ પર ફોક્સ કરવામાં આવે અને એ આજે થઈ રહ્યું છે જે સારી વાત છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

ભારતમાં ઉનાળો આખા દેશને નિચોવી નાખશે,PM મોદીએ તમામ રાજ્યોના સચિવો સાથે બેઠક કરી આપ્યા આદેશ

આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા જોઈન્ટ સેક્રેટરી દિનેશ ભીલે જણાવ્યું આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત આર્ચરી એસીસોઈએશન સહયોગથી ગુજરાતમાં પહેલી વાર સિનિયર નેશનલ કક્ષાની તીરંદાજી સ્પર્ધાનું આયોજન થયું છે. દેશના કેન્દ્ર શાસિત સહિત 45 રાજયના ખેલાડીઓ આવ્યા છે. એક સારો સંદેશો લઈ ખેલાડીઓ જાય એ માટે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આ સ્પર્ધા યોજવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT