‘વિધર્મીઓનો હિન્દુ વિસ્તારમાં મકાન લઈ અશાંતિ ફેલાવવાના પ્રયાસો’ ભાવનગરમાં અશાંતધારો લાગુ કરવા માગ

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહિલ.ભાવનગરઃ આપણે ત્યાં ભારતમાં દરેક ધર્મને સરખું સમ્માન અપાયું છે. છતાં છેલ્લા કેટલાક સમયથી આ વિવિધ લોકોમાં ધર્મોને લઈને દ્વેશ સતત જોવા મળી રહ્યો છે. જોકે રાજકારણીઓ દ્વારા રાજકારણ માટે ફેલાવાયેલા આ ઝેરમાંથી લોકો આઝાદીના આટલા વર્ષો પછી પણ બહાર આવી શક્યા નથી. હાલમાં જ ભાવનગરમાં કેટલાક હિંદુ સંગઠનો દ્વારા અશાંત ધારો લાગુ કરવાની માગણી સાથે રેલી યોજીને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી અશાંતધારો લાગુ કરવા માટેની માંગણી ઉઠી છે. જોકે સરકાર દ્વારા આ બાબતે કોઈ સંતોષકારક પ્રત્યુતર મળતો નથી તેવવા આરોપ સાથે કલેક્ટરને આવેદન અપાયું છે. જેમાં વિધર્મીઓ દ્વારા હિન્દુ વિસ્તારોમાં મકાન ખરીદવાનું શરૂ રહેતા આજે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોની આગેવાનીમાં લોકોએ રેલી યોજી કલેકટર કચેરી ખાતે અશાંતધારાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.

ગરુડેશ્વરમાં પોલિસ દ્વારા આદિવાસી યુવાનને માર મારવાની ઘટના સામે આદીવાસીઓમાં રોષ

જેમણે વિધર્મીઓને મકાન વેચી બીજે ગયા તેમના ઘરે જઈ વિરોધ કરશે
આવેદન પત્રમાં જણાવ્યાનુસાર ભાવનગર શહેરનાં હિન્દુ વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિધર્મીઓ દ્વારા ઊંચી કિંમતે મકાનો ખરીદી અને ત્યારબાદ ત્યાં પગ પેસારો કરી અને અશાંતિ ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તાજેતરમાં જ હિન્દુ વિસ્તારોમાં દ્વારા મકાન ખરીદી કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનોની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ભીડભંજન મહાદેવ મંદિર ખાતેથી રેલી યોજી અને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ ત્યાં એકઠા થયેલા લોકોએ કલેક્ટર કચેરીના કેમ્પસમાં રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. હિન્દુ સંગઠનના આગેવાનો તેમજ વિવિધ વિસ્તારમાં આગેવાનો દ્વારા એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે આગામી સમયમાં જે લોકોએ વિધર્મીઓને મકાન વેચી અન્ય વિસ્તારમાં રહેવા માટે ગયા છે તેમના ઘરે જઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

કંટ્રોલ એક્સપ્લોઝિવ ટેકનોલોજીથી બ્લાસ્ટ કરીને તોડી પડાશે સુરતનો કૂલિંગ ટાવર

    follow whatsapp

    ADVERTISEMENT