રાહુલ ગાંધીને સજા થતા કોંગ્રેસ આક્રોશમાંઃ મહીસાગર-ભાવનગર જિલ્લામાં વિરોધ પ્રદર્શન

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહીસાગર/ભાવનગરઃ ‘બધા ચોર મોદી કેમ’ સંદર્ભની ટિપ્પણી કરવા બદલ આજે સુરતમાં રાહુલ ગાંધીને કોર્ટે તેડુ મોકલ્યું હતું. કોર્ટે રાહુલ ગાંધીને દોષિત માનીને 2 વર્ષની સજા કરી છે. જેને લઈને કોંગ્રેસ રાહુલ ગાંધીને થયેલી સજાથી ભાજપ પર ભડક્યું હતું. કોંગ્રેસી નેતાઓએ ભાવનગર અને મહીસાગર સહિત ઘણા વિસ્તારોમાં ભાજપ સરકારનું પુતળું સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

INDIA RUSSIA : જિનપિંગની મોસ્કો મુલાકાતને ભારત સાથે જોડવામાં આવતા રશિયા ધુંવાપુંવા

મહીસાગરમાં ભાજપ સરકારનું પુતળું સળગાવ્યું
મહીસાગરના વડામથક લુણાવાડા ખાતે ચોકડી પર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સુરેશ પટેલ દ્વારા જાણવામાં આવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા ખોટી રીતે હેરાન કરવા માટે તેમજ ભાજપના ઈશારે આજે સુરત કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા તે માટે કોંગ્રેસ દ્વારા લુણાવાડા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ભાજપ સરકારનું પૂતળું ફૂંકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જિલ્લા પ્રમુખ સુરેશ પટેલ, તાલુકા પ્રમુખ પ્રતાપસિંહ સોલંકી, કિસાન કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ, એસસી સેલ પ્રમુખ રામજી, ભરત, ઈદ્રીસ, જિલ્લા યુવક ચિરાગ વડવાઈ તેમજ કૉંગ્રેસ કાર્યકર્તા દ્વારા વિરોધ પ્રદર્શનમાં કરવામાં આવ્યું હતું.

અમરેલીમાં સતત વરસી રહ્યો છે વરસાદઃ ધોધમાર વરસાદથી ખેતીના પાકો પાણીમાં તરબરતર-Video

ભાવનગરમાં પોલીસે કરી પ્રદર્શનકારીઓની અટકાયત
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની સજાના પગલે વિરોધ દર્શાવ્યો હતો. શહેર કોંગ્રેસ દ્વારા કાળાનાળા ચોક ખાતે પૂતળા દહન કરાયું હતું. રાહુલ ગાંધીના નિવેદનને લઈને કોર્ટ દ્વારા 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેના પગલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી સહિતના કાર્યકરોએ પૂતળા દહન કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. પુતળું સળગાવી વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

(ઈનપુટઃ વીરેન જોશી/નીતિન ગોહિલ)

    follow whatsapp

    ADVERTISEMENT