જામનગરમાં ‘બા અને બેન’ ફરી એક સ્ટેજ પર સાથે દેખાયા, રિવાબાએ ગળે મળીને પૂનમ માડમને શું કહ્યું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

Jamnagar News: જામનગરમાં થોડા સમય પહેલા જાહેરમાં સાંસદ પૂનમ માડમ અને ધારાસભ્ય રિવાબા જાડેજા વચ્ચે બોલાચાલી થઈ હતી. જે ઘટના કેમેરામાં પણ કેદ થઈ હતી. આ બાદ ભાજપમાં આંતરિક ખેંચતાણની ચર્ચાઓ ઉઠી હતી. જોકે હવે ફરી એકવાર સાંસદ પૂનમબેન અને ધારાસભ્ય રિવાબા એક જ સ્ટેજ પર સાથે જોવા મળ્યા હતા. આ વખતે બંને નેતાઓ એકબીજાને ભેટીને વાતો કરતા જોવા મળ્યા.

સાંસદ પૂનમ માડમે 1008 કુપોષિત બાળકોને દત્તક લીધા

જામનગરના હરિયા કોલેજ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73મા જન્મદિવસની પખવાડિયાની ઉજવણી અંતર્ગત સાંસદ પૂનમ મામડના જન્મદિવસે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓ પોતે હાજર રહ્યા હતા. દરમિયાન સાંસદે જામનગરના 1008 કુપોષિત બાળકોને દત્તક લેવાની જાહેરાત કરી હતી. ત્યારે આ કાર્યક્રમમાં તેમની સાથે કૃષિમંત્રી રાઘવજી પટેલ અને ધારાસભ્ય રિવાબા જાડેજા પણ હાજર રહ્યા હતા અને સ્ટેજ પર જોવા મળ્યા હતા.

ADVERTISEMENT

રિવાબાએ પૂનમ માડમને શુભેચ્છા પાઠવી

દરમિયાન રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમને ભેટીને જન્મ દિવસની શુભકામના પાઠવી હતી અને ગળે પણ મળ્યા હતા. સ્ટેજ પર બંનેની હાજરીએ સૌ કોઈને ધ્યાન ખેંચ્યું હતું. બંને નેતા અગાઉ મળ્યા ત્યારે જાહેરમાં બાખડ્યા હતા, આ વખતે બંને વચ્ચે વાતો થતી જોવા મળી હતી અને રિવાબાએ પૂનમ માડમને કાનમાં કંઈક વાત કરી હતી.

(દર્શન ઠક્કર, જામનગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT