નર્મદા: ના માચીસ ના લાઈટર, પાષાણ યુગની પદ્ધતિથી પ્રગટાવાય છે હોળી

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ આજના ડીજીટલ યુગમાં પણ નર્મદા જિલ્લાના કેટલાક ગામોમાં આજે પરંપરાગત રીતે હોળી પ્રગટાવીને પર્વની ઉજવણી કરવામાં આવે છે. રાજપીપળાના વડિયા ગામે પણ પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ચકમક પથ્થરથી રૂ અને છાણાં સળગાવીને હોળીનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

GUJARAT માં હાલમાં જોવા મળી રહેલા શરદી-તાવ સામાન્ય નહી પરંતુ મહાભયાનક રોગ છે, જાતે ડોક્ટર…

આદિમાનવ વખતે કોઈપણ પ્રકારની માચીસ કે કેમિકલની શોધ ન હતી. પરંતુ જે વર્ષો પહેલા હોળીને બે પથ્થર ઘસીને અગ્નિ પ્રગટાવવામાં આવતી તે જ રીતે આજે પણ આજના આધુનિક યુગમાં નર્મદા જિલ્લાના વડીયા ગામમાં હોળી પ્રગટાવવામાં આવે છે. હોળીની પ્રદક્ષિણામાં સુકા ઘાસના પુળા લઇ ફરવામાં આવે છે અને જે ધાસ પાલતુ પશુને ખવડાવવાથી આખુ વર્ષ ઢોર નીરોગી રહે છે તેવી અહીં લોકોમાં માનતા છે. આમ પૂરી શ્રધ્ધાથી લોકો આ પર્વની ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને આ પરંપરા નિભાવી રહ્યા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

આ પણ વાંચો

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT