ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. સત્ર દરમિયાન આવું પહેલી વખત થઈ રહ્યું છે કે હોળી વિધાનસભા પરિસરમાં યોજાઈ હોય. આ ઉપરાંત ધારાસભ્યો વિવિધ રંગો સાથે હોળી-ધૂળેટીના પર્વને લઈને ઝુમી ઉઠ્યા હોય. આવું ગુજરાત વિધાનસભામાં પહેલી વખત થઈ રહ્યું છે તેથી અમે (ગુજરાત તક) પણ અહીં પહોંચ્યું હતું અને નેતાઓએ હોળી કેવી રીતે મનાવી છે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીથી લઈને તમામ નેતાઓ કેવી રીતે અહીં ધમાલ મચાવી રહ્યા છે તે અમે અહીં આપને બતાવીશું. જોકે આ તમામ બાબતોથી અલગ ગુજરાત કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમથી દૂર રહ્યા હતા.
વડોદરાઃ વૈદિક હોળી પ્રગટાવી બાળકો રંગે રંગાયા, બાળકોને હોળીનું મહત્વ સમજાવ્યું
100 કિલો કેસૂડાના ફૂલ મગાવ્યા
હોળીના પર્વને લઈને ગુજરાત વિધાનસભા પરિસરમાં પહેલી વખત રંગારંગ હોળી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હર્બલ રંગો ઉપરાંત કેસુડાના પાણીથી હોળી મનાવાઈ હતી. 100 કિલો કેસૂડાના ફૂલ મગાવીને ધારાસભ્યો, મંત્રીઓ, નેતાઓ હોળી રમ્યા હતા. જુઓ આ ખાસ વીડિયો….