Gujarati News: ચોમાસાની વિદાય સાથે જ ગુજરાતમાં વધતો રોગચાળો
Gujarati News: ગુજરાતમાંથી ચોમાસુ ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે. ગુજરાતમાં હજુ કેટલાક વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી રહ્યો છે. સ્વાભાવીક રીતે…
ADVERTISEMENT

Gujarati News: ગુજરાતમાંથી ચોમાસુ ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે. ગુજરાતમાં હજુ કેટલાક વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી રહ્યો છે. સ્વાભાવીક રીતે આ વખતે ચોમાસું જોઈએ એવું રહ્યું નથી. જ્યારે વરસ્યો વરસાદ ત્યારે ઠેરઠેર પુર આવી જાય તેવી સ્થિતિ જોવા મળી અને જ્યારે ના વરસ્યો ત્યારે સાવ જાણે કે ઊનાળો હોય તેવું જોવા મળ્યું. આવા વાતાવરણ વચ્ચે હવે ગુજરાતમાં ચોગચાળો માથુ ઉચકતો જોવા મળી રહ્યો છે.
ડેન્ગ્યુના કેસમાં 4 ગણો વધારો
પ્રાપ્ત અહેવાલો પ્રમાણે ગુજરાતમાં હાલમાં 17મી સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યુના રેકોર્ડ બ્રેક 3334 કેસ નોંધાયા છે. ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગો રહેતા હોય છે પરંતુ માત્ર ડેન્ગ્યુની જ વાત કરીએ તો આ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જેમાં માત્ર દોઢ જ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં 4 ગણો વધારો જોવા મળી રહ્યો છે. જોકે બીજા રોગો પણ વધ્યા છે. જેમાં ચિકનગુનિયાના કેસમાં પણ દોઢ ગણો વધારો જોવા મળ્યો છે.
Junagadh Dattatreya Shikhar Dispute: દત્તાત્રેય શિખર વિવાદમાં DySP હિતેષ…
તકેદારી બની જરૂરી
ગુજરાતની વાત કરીએ તો ગત પાંચ વર્ષમાં ડેન્ગ્યુના 40872 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના કારણે આ પાંચ વર્ષ દરમિયાન 41 વ્યક્તિએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ડેન્ગ્યુના રોગથી લોકો ઘણા પરેશાન પણ થયા છે. આગામી સમયમાં મચ્છરજન્ય રોગો વધે નહીં તે માટે લોકોએ પણ સરકારની ગાઈડલાઈન્સને ફોલો કરવી જોઈએ અને ક્યાંય મચ્છરના બ્રિડિંગના થાય તેની તકેદારી રાખવી જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT