Duplicate Psi: મયુર તડવીના આજે રિમાન્ડ પૂર્ણ થશે, ગાંધીનગર કોર્ટમાં બપોરે 2 વાગે રજૂ કરાશે

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: રાજ્યમાં Duplicate Psi કૌભાંડ સતત ચર્ચામાં છે. સત્રમાં પણ સરકાર માટે આ કૌભાંડ માથાના દુખાવા સમાન બની ગયું છે. આ દરમિયાન Duplicate Psi મયુર તડવી હાલ રિમાન્ડ પર છે. ત્યારે મયુર તડવીના મયુર તડવીના આજે રિમાન્ડ પૂર્ણ થશે. ગાંધીનગર કોર્ટમાં બપોરે 2 વાગે રજૂ કરશે.

કરાઇ પોલીસ એકેડેમીમાં નકલી PSI મુદ્દે પોલીસે આરોપી મયુર તડવીની ધરપકડ કરી હતી. જે બાદ આજે મયુર તડવીને ગાંધીનગર કોર્ટમાં તેના રિમાન્ડ લેવા માટે રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જેની સામે કોર્ટે 8 દિવસના રિમાન્ડને મંજૂરી આપી છે. ગાંધીનગર કોર્ટે આરોપી મયુર તડવીના 10 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારે આજે રિમાન્ડ પૂર્ણ થશે. ગાંધીનગર કોર્ટમાં બપોરે 2 વાગે રજૂ કરાશે. મયુર તડવી વિરુદ્ધ સરકારી ડોક્યુમેન્ટમાં છેડછાડ કરવા અંગે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી.

પોલીસને હાથ લાગ્યા મોટા પુરાવા
એક તરફ મયુર તડવીએ 40 લાખ રૂપિયાનો વહીવટ કર્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે રિમાન્ડ દરમિયાન મયુરની તપાસમાં કોઈ રુપીયા ન આપ્યા હોવાનો પ્રાથમિક ખુલાસો થયો છે. તડવીના મોબાઈલ ડેટા રીકવર કરવામાં આવ્યા છે. મયુર તડવીએ મોબાઈલમા જ ડોક્યુમેન્ટ એડિટ કરી ઝેરોક્ષ કઢાવી હોવાના પુરાવા પોલીસને હાથ લાગ્યા છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

જાણો શું છે મામલો
ST ઉમેદવારની યાદીમાં વિશાલ રાઠવાનું નામ ત્રીજા ક્રમે હતું. ત્યારે મયુરે વિશાલનું નામ એડિટ કરી પોતાનું નામ મયુર લાલજીભાઈ તડવી લખી દીધું હતું. મુખ્ય ગેટ પરથી ગૃહ વિભાગમાંથી આવેલી યાદી વેરિફાઈ કરાઈ નહીં. માત્ર કોલ લેટર જોઈને ઉમેદવારોને અંદર જવા દેવામાં આવ્યા હતા. ફેક કોલ લેટર લઈને મયુર તડવી ટ્રેનિંગ માટે અંદર ઘૂસી ગયો હતો.

કોણે બહાર પાડ્યું કૌભાંડ?
મયુર તડવીએ કરાઇ પોલીસ એકેડેમીમાં નકલી PSI બનીને પ્રવેશ મેળવ્યો હતો. સૌથી ચોંકાવનારી બાબત છે કે, મયુર તડવીએ ન માત્ર કરાઇ પોલીસ એકેડેમીમાં પ્રવેશ મેળવી લીધો હતો. એક મહિનાથી વધારે સમયની ટ્રેનિંગ પણ પુર્ણ કરી હતી અને એક સરકારી પગાર પણ મેળવી લીધો હતો. જો કે યોગ્ય સમયે યુવરાજસિંહે આ સમગ્ર મામલે ઘટસ્ફોટ કર્યો હતો. જેના કારણે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જો આવું ન થયું ન હોત તો કદાચ તે સફળતા પુર્વક પોતાની ટ્રેનિંગ પુર્ણ કરીને કોઇ જિલ્લામાં નોકરી પણ મેળવી લેત. જો કે અગાઉ પણ આવા અનેક PSI પણ પાસ થઇ ગયા હોય તો નવાઇ નહી.

ADVERTISEMENT

આ પણ વાંચો: Anand: સસ્તું સોનું આપવાની લાલચ આપી ડુપ્લિકેટ સોનું બટકાવી ગેંગ ઝડપાઇ, આ રીતે કરતી હતી હાથની સફાઇ

ADVERTISEMENT

2 પોલીસ ઈન્સ્પેક્ટર અને 4 ADIને સસ્પેન્ડ
કરાઈ એકેડમીમાં નકલી PSI પકડાયા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. Diplicate Psi વિવાદમાં  2 પોલીસ ઈન્સ્પેક્ટર અને 4 ADIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.પીએસઆઇ ભરતીનું વેરિફિકેશન કરનાર એસઆરપીના ચાર પોલીસમેન સસ્પેન્ડ કરાયા છે. નકલી પીએસઆઇ મામલાની તપાસ કરાઇ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપલને સોંપાઈ છે.

(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર )

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT