અમદાવાદઃ અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી છેડતીના બનાવો ઘણા સામે આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં રહેતી માત્ર 15 વર્ષની કિશોરીને એક શખ્સ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી રંજાડવામાં આવતી હતી. દીકરી આ શખ્સના કારણે શાળાએ જવાનું પણ ટાળવા લાગી હતી. જોકે આજે ગુરુવારે જ્યારે તેણે હાથ પકડી પરેશાન કરવાના પ્રયત્નો કર્યા તો આજુબાજુમાં રહેલા લોકોએ તુરંત છોકરીને બચાવી અને આ શખ્સને ઝડપી પાડ્યો હતો. આખરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
તકનો લાભ લઈ શખ્સ ફરાર થઈ ગયો
બનાવ એવો બન્યો કે, ગોમતીપુર પોલીસ મથકના હદ વિસ્તારમાં આવાત એક વિસ્તારમાં રહેતા 42 વર્ષના વ્યક્તિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, ગત 13 માર્ચે તેઓ નોકરી પર ગયા હતા ત્યારે પોતાના પુત્રનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે ચાલીના નાકા પાસે એક શખ્સે તેની બહેનનો હાથ પકડી બાઈક પર બેસાડવાનો પ્રયત્ન કર્યો છે. જેથી બહેને બુમાબુમ કરતા લોકોએ તેને પકડી લીધો છે. જાણકારી મળતા જ તેઓ તુરંત સ્થળ પર પહોંચ્યા જ્યાં તેમને ખબર પડી કે આ શખ્સ ગોમતીપુરનો જ રહેવાસી છે. જોકે આ બધા માહોલ વચ્ચે તક મળતા શખ્સ ત્યાંથી ફરાર થઈ જવામાં સફળ થયો હતો.
દેશમાં રમઝાન પહેલા મસ્જિદો પર સ્પીકર અંગે સૌથી મોટા અપડેટ, લઘુમતી પંચે સરકારને કરી અપીલ
હેરાનગતિને કારણે 15 દિવસ શાળએ ના ગઈ
આ તરફ દીકરી દોડતી દોડતી ઘરે પહોંચી ગઈ હતી. તેણે સમગ્ર મામલે પરિવારને જાણ કરી કે છેલ્લા એક મહિનાથી આ શખ્સ તેને રસ્તામાં આવતા જતા વખતે હેરાન કરે છે અને પીછો કરે છે. તે ગંદા ઈશારા કરતો હોવાનું પણ દીકરીએ કહ્યું. છેલ્લા 15 દિવસથી તે શાળાએ આ જ શખ્સની હેરાનગતિને કારણે જતી ન હતી. 13મીએ બપોરે જ્યારે તે સારંગપુર બ્રિજ પાસે કરિયાણાની દુકાને મીઠું લેવા ગઈ હતી ત્યારે પાછા આવતા તે શખ્સ બાઈક લઈ મારી પાસે આવ્યો અને કહ્યું ચાલ આપણે હોટલમાં જઈએ. તારા ઘરનાને ખબર નહીં પડે. જેથી મેં તેનો હાથ છોડાવી ત્યાંથી ચાલવા લાગી.
સગાઈ તૂટ્યા પછી કિંજલ દવે પાવાગઢમાં મહાકાળીના દરબારમાં પહોંચીઃ Video
બાઈકનો હોર્ન વગાડ વગાડ કરતો હતોઃ દીકરી
દીકરીએ પરિવારને કહ્યું કે, ચાલીના નાકે આવીને પાછળથી હોર્ન વગાડ વગાડ કરતો હતો અને કહેતો હતો કે તું આઈટમ લાગે છે. મેં બુમો પાડી તો ભાઈ અને ચાલીમાં રહેતા બીજા લોકો આવી ગયા અને તેને પકડી પાડ્યો હતો. જે પછી હું દોડતી ઘરે આવી ગઈ હતી. આ મામલે ગોમતીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ફરિયાદને આધારે આરોપીને પકડવાની તજવીજ શરૂ કરી દીધી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…