Ahemdabad: એરપોર્ટની બેદરકારી વધુ એક વખત સામે આવી છે. અમદાવાદ એરપોર્ટ પર પહેલા ગાય, વાંદરા પછી હવે કૂતરું ઘૂસી આવવાની ઘટના સામે આવી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ગુરુવારે સવારે 11 વાગ્યે રવાના થાય તેના 2-3 કલાક પહેલાં એક કૂતરું ઘૂસી આવ્યું હતું.કૂતરાંને ભગાડવા એરપોર્ટ પર ચાર જીપ 30 મિનિટ સુધી દોડાવવી પડી હતી.
અમદાવાદ એરપોર્ટની અનેકવાર બેદરકારી સામે આવી ચૂકી છે. ત્યારે હવે ગઇકાલે અમદાવાદ એરપોર્ટ પર કુતરૂ આવી જતાં દોડધામ મચી છે. કૂતરું ટેકઓફ માટે જઈ રહેલા વિમાનને અથડાતાં રહી ગયું હતું. ત્યારે તેને ભાગડવા એરપોર્ટ પર ચાર જીપ 30 મિનિટ સુધી દોડાવવી પડી હતી. કૂતરું કોઈ ફ્લાઈટ સાથે ટકરાય તો અકસ્માતનું જોખમ હતું. ત્યારે આ ઘટનાને લઈ તંત્ર દોડતું થયું હતું. જોકે આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.
વિડીયો થયો વાયરલ
એરપોર્ટ પર કૂતરું આવી જતાં તંત્રમાં ભારે દોડધામ મચી હતી . ત્યારે યાત્રી દ્વારા આ આ ઘટનાનો વિડીયો લેવામાં આવ્યો હતો. અને આ વિડીયો આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ ઘટનાને પગલે અન્ય સુરક્ષા એજન્સીઓ પણ દોડતી થઈ ગઈ હતી. કૂતરાંને ભગાડવાના પ્રયાસોને લીધે મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ જતી 4 ફ્લાઈટ 20થી 30 મિનિટ મોડી પડી હતી.
અમદાવાદ એરપોર્ટની સુરક્ષામાં પોલંપોલ: રનવે પર અચાનક ઘૂસી આવ્યું કૂતરું, વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ#Ahmedabad #AhmedabadAirport #VideoViral #GTVideo pic.twitter.com/eiuFtbssAT
— Gujarat Tak (@GujaratTak) March 10, 2023
મહા મહેનતે કૂતરું એરપોર્ટની બહાર નીકળ્યું
કૂતરું ગુજસેલ તરફ વીવીઆઈપીના પાર્ક થયેલા વિમાન પાસે આવી પહોંચ્યું હતું અને ત્યાંથી ડોમેસ્ટિક એરપોર્ટના વિમાન સુધી પહોંચ્યું હતું. ત્યારે કૂતરું રન-વે પર પહોંચી ન જાય તે માટે ચાર જીપ તેની પાછળ દોડાવવી પડી હતી. અને મહામહેનતે કૂતરું એરપોર્ટની બહાર નીકળ્યું હતું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…