Goldy Brar Murder: કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની હત્યા! અમેરિકામાં ધોળાદિવસે શૂટર્સે મારી ધડાધડ ગોળીઓ

ADVERTISEMENT

 Goldy Brar Murder
ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની અમેરિકામાં હત્યા!
social share
google news

Goldy Brar Murder: કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના મોતના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગોલ્ડીની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે બ્રારના હરીફ ગેંગસ્ટર અર્શ દલ્લા અને લખબીરે ગોલ્ડીની હત્યાની જવાબદારી લીધી છે. જોકે, ગોલ્ડી બ્રારના મોતની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસના મુખ્ય આરોપી ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને થોડા દિવસ અગાઉ કેન્દ્ર સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો.

ઘરની બહાર મારી દીધી ગોળી

મળતી માહિતી અનુસાર, એક અમેરિકન ન્યૂઝ ચેનલે દાવો કર્યો છે કે અમેરિકાના ફેરમોન્ટ અને હોલ્ટ એવન્યુમાં મંગળવારે (30 એપ્રિલ) સાંજે 5:25 કલાકે ગોલ્ડી બ્રાર તેના એક સાથી સાથે ઘરની બહાર ગલીમાં ઉભો હતો. ત્યારે કેટલાક બદમાશોએ તેના પર ફાયરિંગ કર્યું અને બાદમાં ફરાર થઈ ગયા. જે બાદ ગોલ્ડી અને તેના સાથીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Salman Khan ના ઘરે ફાયરિંગ મામલે મોટા સમાચાર, પોલીસ કસ્ટડીમાં આરોપી અનુજ થાપને કર્યો આપઘાત

 

આ પણ વાંચો

ADVERTISEMENT

અમેરિકન પોલીસ અધિકારી લેસ્લી વિલિયમ્સે એક ચેનલને જણાવ્યું કે, બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી એકનું મોત થયું છે. હાલમાં આ અંગે લોરેન્સ કે અન્ય કોઈ ગેંગસ્ટર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

સરકારે જાહેર કર્યો હતો આતંકવાદી

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ ગોલ્ડી બ્રારને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે સતવિંદર સિંહ ઉર્ફે સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારનો સંબંધ બાબર ખાલસા આતંકવાદી સંગઠન સાથે હતો.

ADVERTISEMENT

ગોલ્ડીના પિતા હતા પોલીસમાં

ગોલ્ડી બ્રાર પંજાબના શ્રી મુક્તસર સાહિબનો રહેવાસી છે. તેનો જન્મ વર્ષ 1994માં થયો હતો, તેના પિતા પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર હતા. તેઓ પણ પોતાના પુત્રને ભણાવીને સક્ષમ બનવા માગતા હતો, પરંતુ સતવિંદર ઉર્ફે ગોલ્ડીએ પોતાનો રસ્તો પસંદ કર્યો હતો. ગોલ્ડીએ 8 ફેબ્રુઆરી 2021ના રોજ ફરીદકોટ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ ગુરલાલ સિંહ પહેલવાનની ગોળી મારી હત્યા કરી હતી, જે બાદ તે કેનેડા ભાગી ગયો.  ગેંગસ્ટર વિરુદ્ધ હત્યા, ગેરકાયદેસર હથિયારોનો વેપાર, ખંડણી અને હત્યાના પ્રયાસ સહિત અનેક ગુનાઓ દાખલ છે. તે વિદેશમાં હોવા છતાં તેણે દેશના અનેક રાજ્યોમાં પોતાનું નેટવર્ક બનાવ્યું હતું. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT