लाइव

Gujarat News 6 May LIVE Updates: આવતીકાલે ગુજરાતની 25 સહિત દેશની 93 સીટો પર મતદાન

Yogesh Gajjar

ADVERTISEMENT

6 May Live News
6 May Live News
social share
google news

Gujarat News 6 May LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 11:14 AM • 06 May 2024
    અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન  
    • અમદાવાદમાં અનેક સ્કૂલોને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી 
    • ધમકી વાળી સ્કૂલો પર પોલીસે જઈ હાથ ધર્યું ચેકિંગ
    • બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટના સ્થળે 
    • રશિયન સર્વર માંથી ધમકી આવ્યાનું અનુમાન 
    • દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં આવી રહ્યા છે મેલ 
    • અમદાવાદનું પોલીસ તંત્ર સાબદુ 
    • દિલ્હીમાં અનેક સ્કૂલોને ધમકી મળ્યા પછી ધમકી પોકળ પુરવાર થઈ હતી
  • 09:56 AM • 06 May 2024
    સુરેન્દ્રનગરમાં EVM અને VVPAT મશીનની ફાળવણી

    લોકસભાની ચૂંટણીને લઈ સુરેન્દ્રનગર જિલ્લામાં EVM અને VVPAT મશીનની ફાળવણી શરૂ કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લામાં 2880 જેટલા EVM અને VVPAT મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. કુલ 10 હજારથી વધુ સરકારી કર્મચારીઓ ચૂંટણીને લઈ કામે લાગ્યા છે. કાલે સવારે 7 વાગ્યા થી મતદાન શરૂ થશે. સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર કુલ 2136 બુથો પર મતદાન. 

  • 09:50 AM • 06 May 2024
    ગુજરાતની તમામ 25 સીટો પર થશે ચૂંટણી

    લોકસભાની ચૂંટણીને લઈને આવતીકાલે ગુજરાતની 25 સહિત 12 રાજ્યોની 93 બેઠકો પર મતદાન યોજાશે. ગુજરાતમાં 266 જેટલા ઉમેદવારો ચૂંટણી માટે મેદાનમાં છે. 

follow whatsapp

ADVERTISEMENT