'તારક મહેતા'ની સોનુને બોયફ્રેન્ડે કર્યું પ્રપોઝ, જુઓ વીડિયો

ટીવીની જાણીતી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની જૂની સોનુ ઉર્ફે ઝીલ મહેતા જલ્દી લગ્ન કરવાની છે.

એક્ટ્રેસે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો લોન્ગટાઈમ બોયફ્રેન્ડ રોમાન્ટિક રીતે તેને પ્રપોઝ કરી રહ્યો છે.

ઝીલનો આ વીડિયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે અને બધા તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

વીડિયોમાં ઝીલની આંખો પર પટ્ટી બાંધેલી છે, અને તેને એક જગ્યાએ લઈ જવાય છે, જ્યાં BFએ બધી તૈયારી કરી રાખી છે.

બેકગ્રાઉન્ડમાં 'મુઝસે શાદી કરોગી?' લખ્યું છે. અને BF ડાંસ મૂવ્સ બતાવી ઝીલને પ્રપોઝ કરે છે.

ઝીલના આ વીડિયો પર જૂના ટપ્પૂ એટલે કે ભવ્ય ગાંધીએ પ્રતિક્રિયા આપીને ખુશી વ્યક્ત કરતા હાર્ટ ઈમોજી આપ્યું.

ઝીલના લગ્નની હજુ સુધી ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવી નથી.

સ્વિમશૂટમાં પ્રિયંકા, 10 વર્ષ નાના પતિ સાથે જાહેરમાં કર્યો રોમાન્સ 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો