પાવાગઢ મંદિરમાં છોલેલું શ્રીફળ લઈ જવા અને વધેરવા પર પ્રતિબંધ મૂકાયો

પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મૂકાતા ભક્તોમાં રોષ

છોલેલું શ્રીફળ વેચનારા વેપારીઓ સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

ભક્તો મંદિરમાં આખું શ્રીફળ ધરાવીને તેને ઘરે જઈને પ્રસાદ કરી ખાઈ શકશે.

મંદિરમાં સ્વચ્છતાનું કારણ ધરીને ટ્રસ્ટ દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નવો નિર્ણય આગામી 20મી માર્ચના રોજ સોમવારથી અમલમાં આવશે.

મંદિરના પ્રવેશ દ્વાર પર સિક્યોરિટી ગાર્ડ પ્રસાદ લઈને જતા ભક્તોનું ચેકિંગ કરશે. 

વધુ વાંચો