પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી

રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપરાના લગ્નની સેરેમની શરૂ થઈ ગઈ છે. 23 સપ્ટેમ્બરે કપલની હલ્દી સેરેમની યોજાઈ હતી.

આ વચ્ચે રાઘવના મામા અને ફેશન ડિઝાઈનર પવન સચદેવે વેડિંગ સેલિબ્રેશનની પહેલી તસવીર શેર કરી છે.

ફોટોમાં આખો રૂમ પીળા રંગથી સજાવેલો દેખાય છે. રૂમને એ રીતે સજાવાયો છે જેનાથી તે બિલકુલ ગુરુદ્વારા જેવો દેખાઈ રહ્યો છે.

વેડિંગ સેલિબ્રેશનની પહેલી ફોટો જોયા બાદ લગ્નને લઈને ફેન્સની આતુરતા બમણી થઈ ગઈ છે.

આ પહેલા રાઘવના મામાએ શુક્રવારે લીલા પેલેસની અંદરનો વ્યૂ શેર કર્યો હતો, જેમાં જાનૈયા આરામ કરતા દેખાયા હતા.

મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા

Next Story