By Yogesh Gajjar
અથિયાએ બતાવી લગ્નની વિધિની ઝલક, માના શેટ્ટીના અંદાજ પર ફેન્સ ફિદા થયા
23 જાન્યુઆરીએ કે.એલ રાહુલ અને અથિયા શેટ્ટીએ પ્રભુતામાં પગલા પાડ્યા.
લગ્ન બાદ કે.એલ રાહુલ અને અથિયા ફેન્સ માટે વેડિંગ સેરેમનીની તસવીરો શેર કરી રહ્યા છે.
જેમાં કપલે હલ્દી સેરેમની બાદ હવે પ્રી-વેડિંગ સેરેમનીની નવી તસવીરો શેર કરી છે.
તસવીરોમાં અથિયા ગોલ્ડન કલરની સિલ્ક સાડીમાં ખૂબ જ ક્લાસી નજર આવી રહી છે.
જ્યારે અથિયાની માતા લગ્નની વિધિ પૂરી કરતા જોઈ શકાય છે.
દીકરીના લગ્નની વિધિમાં માના શેટ્ટી ખૂબ જ સામાન્ય લુકમાં જોવા મળી રહી છે.
ફેન્સને માના શેટ્ટીનો આ સરળ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો