By Parth Vyas

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની બીજી મેચ માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાઈ હતી.

બીજી T20 મેચમાં પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 191 રન કર્યા હતા.

Arrow

ટીમ ઈન્ડિયા તરફથી સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 111 રનની અણનમ ઈનિંગ રમી હતી.

Arrow

192 રનના ટાર્ગેટ સામે ન્યુઝીલેન્ડની ટીમ 18.5 ઓવરમાં 126 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે આ મેચ 65 રને જીતી લીધી હતી.

Arrow

ન્યુઝીલેન્ડ માટે ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ હેટ્રિક લીધી હતી. તેણે ભારતીય ઇનિંગ્સની 20મી ઓવરમાં સતત ત્રણ બોલમાં ત્રણ ખેલાડીઓને પેવેલિયન મોકલી દીધા હતા.

Arrow

સૂર્યકુમાર એક કેલેન્ડર વર્ષમાં T20 ઈન્ટરનેશનલમાં બે સદી ફટકારનાર માત્ર બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. અગાઉ 2018માં રોહિત શર્માએ આ સિદ્ધિ મેળવી હતી.

Arrow

શ્રેયસ અય્યર બેકફુટ પર શોટ રમવા જતા હિટ વિકેટ આઉટ થઈ ગયો હતો.

Arrow

દીપક હુડ્ડાએ આ મેચમાં ચાર વિકેટ લીધી હતી. ન્યુઝીલેન્ડની હોમ કંડિશનમાં T20માં રનના માર્જિનની વાત કરીએ તો આ ભારતની સૌથી મોટી જીત છે.

Arrow
Arrow