નારીશક્તિની ઝાંખી બતાવતો ગુજરાતનો આ જિલ્લો, કલેક્ટરથી પ્રમુખ સુધી બધે મહિલાઓ

8 MAR 2024

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે ગુજરાતના એક અનોખા જિલ્લાની વાત કરીશું

ગુજરાતમાં એક જિલ્લો એવો છે જ્યાં તમામ સર્વોચ્ચ પદો પર મહિલાઓ બિરાજમાન છે

તે જિલ્લો એટલે અરવલ્લી કે જ્યાં મહિલાઓના હાથમાં છે આખા જિલ્લાના વિકાસ અને સુરક્ષાની તમામ જવાબદારીઓ

રાજસ્થાનની સરહદને અડીને અવેલા ગુજરાતના અરવલ્લી જિલ્લામાં નારીશક્તિની ઝાંખી જોવા મળે છે

આ જિલ્લામાં કલેકટર,જિલ્લા પોલીસ વડા,જિલ્લા ન્યાયાધીશ,જિલ્લા પંચાયત પ્રમુખ જેવા પ્રમુખ હોદ્દાઓ પર છે મહિલા

અરવલ્લી જિલ્લાનું શાસન સાંભળે છે કલેકટર પ્રશસ્તિ પારિક

જિલ્લાની સુરક્ષાના સુકાની જિલ્લા પોલીસ વડાની કમાન સાંભળે છે શૈફાલી બરવાલ

જિલ્લાના પ્રિન્સિપાલ જજ એ. એન. અંજારિયા અને જિલ્લા પંચાયત પ્રમુખની વાત કરવામાં આવે તો પ્રિયંકાબેન ડામોર છે

આ રીતે જિલ્લાના વિકાસના પ્રશ્નોથી લઈ ન્યાયના પ્રશ્નો તમામ બાબતો મહિલાઓના શિરે જોવા મળી રહી છે