બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે Virat Kohli! ડિવિલિયર્સે ફેન્સને આપી ખુશખબર

વિરાટ કોહલીએ વ્યક્તિગત કારણોથી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝની શરૂઆતની બે મેચ ન રમવાનો નિર્ણય લીધો હતો.

હવે સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એ.બી ડિવિલિયર્સે કોહલીના બ્રેક લેવાનું કારણ જણાવ્યું.

ડિવિલિયર્સે કહ્યું- કોહલી બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે, આથી તેણે બ્રેક લીધી છે.

ડિવિલિયર્સે કોહલી સાથે થયેલા સમગ્ર ચેટને પોતાની યુ-ટ્યુબ ચેનલ પર ફેન્સ સાથે શેર કર્યો છે. 

ડિવિલિયર્સે કહ્યું- મને બસ એટલી ખબર છે તે પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. આ કારણે જ તે પહેલી બે ટેસ્ટ નથી રમ્યો.

'મેં કોહલીને પૂછ્યું- તમને મળવાની ઈચ્છા હતા. તેણે કહ્યું હાલ મારે પરિવાર સાથે રહેવાની જરૂર છે. હું સારો છું.'

ડિવિલિયર્સે આગળ કહ્યું-હાં. તેમને બીજું સંતાન આવવાનું છે, આ પરિવાર સાથે રહેવાનો સમય છે, આ તેના માટે મહત્વપૂર્ણ છે.

આ મહિલા IAS અધિકારી બોલિવૂડની અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો