EDની રડાર પર છે આ દિગ્ગજ નેતાઓ!

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દારૂ કૌભાંડમાં ધરપકડ કરી છે. આ પછી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ઈડીની રડાર પર કયા-કયા મોટા નેતાઓ છે. ચાલો તમને જણાવીએ... 

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પણ ED પૂછપરછ ચૂકી છે. યંગ ઈન્ડિયા લિમિટેડ કેસમાં બંનેની પૂછપરછ કરવામાં આવી છે.

તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસ ચાલી રહી છે. તેમના પર 2015માં એમએલસી ચૂંટણીમાં એક ધારાસભ્યને 50 લાખ રૂપિયાની લાંચ આપવાનો આરોપ છે.

કેરળના મુખ્યમંત્રી પી. વિજયન વિરુદ્ધ કેનેડાની એક ફર્મને હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવાના કેસમાં ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે. તે સમયે વિજયન વીજળી મંત્રી હતા.

બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની પણ ED ઘણી વખત પૂછપરછ કરી ચૂકી છે. આ સિવાય IRCTC કેસ અને નોકરીના બદલામાં જમીન મામલે પણ લાલુ યાદવ અને રાબડી દેવીની પૂછપરછ કરવામાં આવી છે.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી વિરુદ્ધ વર્ષ 2015માં ઈડીએ તેમની કંપની ભારતી સિમેન્ટમાં નાણાકીય ગડગડીને લઈને કેસ નોંધ્યો હતો.

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા વિરુદ્ધ માનેસર લેન્ડ ડીલ અને એજીએલ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસ ચાલી રહી છે.

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા છે. ભૂપેશ બઘેલ સામે મહાદેવ એપ કેસની તપાસ ચાલી રહી છે.

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે એમ્બ્યુલન્સ કૌભાંડ કેસની તપાસ ચાલી રહી છે. આ કેસમાં સચિન પાયલટ અને કાર્તિ ચિદમ્બરમનું નામ પણ છે.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ ગોમતી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ અને ખનન માટે કોન્ટ્રાક્ટ આપવા મામલે EDની તપાસના દાયરામાં છે.

EDએ 2016માં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આ જમીન કૌભાંડનો મામલો એ સમયનો છે જ્યારે વાઘેલા કેન્દ્રમાં કાપડ મંત્રી હતા.