પપ્પાએ IAS બનવાનું કહ્યું અને Purvi Nanda એ પાસ કરી UPSC પરીક્ષા

28 APR 2024

પૂર્વી નંદા મૂળ રાજસ્થાનના ઉદયપુરની છે, તેમનું પ્રારંભિક શિક્ષણ અહીંથી જ થયું હતું

પૂર્વીએ તેનું સ્કૂલિંગ સેન્ટ મેરી સ્કૂલ, ઉદયપુરમાંથી કર્યું છે, તેના પિતા પિતામ્બર નંદા BSNLમાં નોકરી કરે છે

સ્કૂલિંગ પછી, પૂર્વીએ વર્ષ 2019માં નેશનલ લો યુનિવર્સિટીમાંથી LLB ની ડિગ્રી મેળવી

પૂર્વીના પપ્પાનું સપનું હતું કે તેની દીકરી IAS અધિકારી બને   

પૂર્વી તેમના પપ્પાનું સપનું પૂરું કરવા સિવિલ સર્વિસમાં જોડાવાનું મન થયું અને તેણે UPSCની તૈયારી શરૂ કરી.

પૂર્વીએ તેની તૈયારીના બે વર્ષના કાર્યકાળમાં ફોનથી તમામ પ્રકારની દૂરી બનાવીને રાખી હતી

પૂર્વી નંદાએ ક્યારેય UPSC ની તૈયારી માટે કોચિંગ લીધું નથી. તેણે ઘરે રહીને અભ્યાસ કર્યો.

પૂર્વીએ UPSC 2020ની પરીક્ષામાં 244મા રેન્ક સાથે સફળતા મેળવી હતી. તેમને IRS કેડર મળ્યું