5 નહીં 500 છોકરીઓ પસંદ છે... ત્રીજા લગ્ન બાદ શોએબનો થ્રોબેક વીડિયો

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના ડિવોર્સ થઈ ગયા છે. આ બાદથી બંને ચર્ચામાં છે.

શોએબે ત્રીજા લગ્ન કરી લીધા. તેણે પાકિસ્તાની એક્ટ્રેસ સના જાવેદ સાથે નિકાહ કર્યા. જેના ફોટો તેણે શેર કર્યા છે.

પરંતુ આ વચ્ચે 41 વર્ષના પૂર્વ પાકિસ્તાની કેપ્ટન શોએબ મલિકનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

મલિક આ વીડિયોમાં પૂર્વ પાકિસ્તાની બોલર શોએબ અખ્તરના ટોક શોમાં સવાલોના જવાબ આપતા દેખાય છે.

રાવલપિંડી એક્સપ્રેસ અખ્તરે પૂછ્યું-તે 5 છોકરીઓના નામ જણાવો, જેને તમે પસંદ કરો છે.

મલિકે કહ્યું- આવી 5 નહીં 500 છે. છોકરીઓ મને ખૂબ પસંદ કરે છે. મારાથી છોકરીઓ વધુ પટે છે.

શોએબ અખ્તર કેટલીક પાકિસ્તાની એક્ટ્રેસના નામ લે છે. તો મલિક કહે છે-જે બાકી છે એની સાથે દોસ્તી ખતમ કરાવશો તમે.

Filmfare એવોર્ડમાં બોલિવુડની અભિનેત્રીઓએ લૂંટી મહેફિલ 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો