લગ્ન પહેલા અહીં નોકરી કરતા હતા નીતા અંબાણી, માત્ર 800 રૂપિયા હતો પગાર

આજે દેશમાં નીતા અંબાણીને કોણ નથી ઓળખતું? પરંતુ શું તમે જાણો છો કે લગ્નના પહેલા તેઓ શું કરતા હતા? જો નહીં, તો અમે તમને આ વિશે જણાવીશું.

મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી આજે એક ઉદ્યોગસાહસિક તરીકે ઓળખાય છે. પરંતુ લગ્ન પહેલા તેઓ શું કરતા હતા, તે જાણીને તમને નવાઈ લાગશે.

મુકેશ અંબાણી સાથેના લગ્ન પછી અંબાણી પરિવારની વહુ બનતા પહેલા નીતા અંબાણી એક સ્કૂલમાં શિક્ષિકા હતા.

નીતા અંબાણી સનફ્લાવર નર્સરી સ્કૂલમાં શિક્ષિકા હતા. ઘણા વર્ષો પહેલા પ્રસારિત થયેલા સિમી ગરેવાલ શૉમાં તેમના દ્વારા આ વાતનો ખુલાસો કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, 'લગ્ન પહેલાં નીતા અંબાણી સનફ્લાવર નર્સરીમાં સ્કૂલ ટીચર હતા. આ અંગે નીતા આગળ કહે છે, મને દર મહિને 800 રૂપિયાનો પગાર મળતો હતો, આ મારો આખો પગાર હતો.

નીતા અંબાણીએ નરસી મોંજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ પછી તેઓ શિક્ષિકા બન્યા. બાદમાં નીતા અંબાણીએ દેશમાં ઘણી સ્કૂલો ખોલવામાં સક્રિય ભૂમિકા ભજવી.

ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ એ K-12 ઈન્ટરનેશનલ ડે સ્કૂલ છે. તેની સ્થાપના 2003માં થઈ હતી. નીતા અંબાણી સ્કૂલના સ્થાપક અને અધ્યક્ષ છે. આ સ્કૂલમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલોની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, જે સમાજના દરેક વર્ગના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરે છે.

14 રિલાયન્સ ફાઉન્ડેશનની શાળાઓ જામનગર, સુરત, વડોદરા, દહેજ, લોધિવલી, નાગોથાણે, નાગપુર અને નવી મુંબઈમાં આવેલી છે.