આજકાલ લોકો બૂટ-ચંપલ પહેર્યા વગર એક પણ પગલું ભરતા નથી. પરંતુ ભારતમાં એક એવું ગામ છે, જ્યાં બૂટ-ચંપલ પહેરવા પર પ્રતિબંધ છે
તામિલનાડુના મદુરાઈથી 20 કિમી દૂર કલિમાયન ગામ છે. આ ગામના લોકો પોતાના બાળકોને પણ બૂટ-ચંપલ પહેરવા દેતા નથી.
જો આ ગામમાં કોઈ ભૂલથી પણ બૂટ અથવા ચંપલ પહેરી લે તો તેને આકરી સજા આપવામાં આવે છે.
આ ગામના લોકો અપાચી નામના દેવની પૂજા કરે છે. તેઓ માને છે કે અપાચી દેવ તેમની સુરક્ષા કરે છે. પોતાના દેવો પ્રત્યે આસ્થાને કારણે ગામની અંદર બૂટ-ચંપલ પહેરવાની મનાઈ છે.
જો કોઈને બહાર જવાનું થાય તો તેઓ હાથમાં બૂટ-ચંપલ લઈને જાય છે અને ગામની સરહદ વટ્યા બાદ બૂટ-ચંપલ પહેરે છે.
લોકોનું માનવું છે કે કેટલીય પેઢીઓથી આ ગામના લોકો આ અજીબ પરંપરાને નિભાવી રહ્યાં છે.