Tina Dabi ની બહેન IAS Riya Dabi એ ગુપચુપ કર્યા લગ્ન, 9 મહિના બાદ શેર કરી તસવીર

5 MAR 2024

Credit: Instagram

IAS રિયા ડાબી IAS ટીના ડાબીની નાની બહેન છે. IAS રિયા ડાબીને રાજસ્થાન કેડર મળી છે અને હાલમાં તે ઉદયપુરમાં પોસ્ટેડ છે

IAS રિયાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાના લગ્નની તસવીરો શેર કરી છે

IAS રિયાએ એપ્રિલ 2023માં IPS ઓફિસર મનીષ કુમાર સાથે કોર્ટ મેરેજ કર્યા હતા

IAS રિયાએ હાલમાં જ જે ફોટા શેર કર્યા છે તે તેમના લગ્નના રિસેપ્શનના છે જેમાં તેમના મિત્રો પણ હાજર હતા

આ સિવાય IAS રિયાએ લગ્ન પહેલા પાર્ટીની કેટલીક તસવીરો પણ શેર કરી હતી જેમાં તેણે 'BRIDE TO BE' સ્કાર્ફ પહેર્યો હતો. તેની સાથે તેની મિત્ર અને બહેન IAS ટીના પણ હતી

IAS રિયાએ થ્રી-ફોર્થ સ્લીવ્સ સાથે ગુલાબી રંગનો સૂટ પહેર્યો હતો. સૂટની સ્લીવ્ઝ અને ગળા પર ઝરી ભરતકામ હતું અને તેણે તેની સાથે નારંગી દુપટ્ટો પણ રાખ્યો હતો.

IAS ટીના ડાબીએ શૂટ માટે નેવી બ્લુ શેડનું ફ્રોક પહેર્યું હતું

IAS રિયાએ લગ્નમાં લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો અને સાથે મેચિંગ દુપટ્ટો પણ પહેર્યો હતો