International Women's Day: દેશની તે 7 મહિલા IPS ઓફિસર, જેમના નામથી થરથર ધ્રુજે છે ગુનેગારો

બિઝનેસમેન રાકેશ શર્માના પુત્રી અંકિતા શર્મા વર્ષ 2018ની બેચના IPS અધિકારી છે. તેમણે છત્તીસગઢમાં નક્સલવાદી હુમલાઓને ઘણી હદ સુધી રોક્યા છે.

IPS લિપી સિંહ તે મહિલા અધિકારી છે. જેમણે બાહુબલી નેતા અનંત સિંહની ધરપકડ કરી હતી. તમને જણાવી દઈએ કે તેઓ વર્ષ 2016ની બેચના IPS ઓફિસર છે. 

IPS સંજુક્તા પરાશર લેડી સિંઘમ તરીકે ઓળખાય છે. સંજુક્તા પરાશરે બોડો ઉગ્રવાદીઓ સામેના ઓપરેશનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

મેરિન જોસેફ દમદાર IPS ઓફિસર રહ્યા છે. તેઓ દુષ્કર્મ કેસના એક આરોપીને સાઉદી અરેબિયાની રાજધાની રિયાદથી પકડીને ભારત લાવ્યા હતા. 

રૂપા દિવાકર મુદગીલ તેમની પ્રામાણિકતા માટે જાણીતા છે. તેમની 20 વર્ષના કરિયરમાં તેમનું 40 વખત ટ્રાન્સફર થઈ ચૂક્યું છે. તેમના નામથી ગુનેગારો ધ્રુજી ઉઠે છે.

સોનિયા નારંગની ગણતરી નીડર IPS ઓફિસરમાં થાય છે. તેઓ 2002 બેચના પ્રખ્યાત IPS અધિકારી છે.

સિમાલા પ્રસાદ મધ્યપ્રદેશના રહેવાસી છે. આઈપીએસ બનતા પહેલા તેમણે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જોકે, હવે તેઓ કોઈપણ ડર વગર નક્સલવાદીઓ સામે લડે છે.