અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં ભારતીય રંગમાં રંગાયા બિલ ગેટ્સ, દેશી લુકથી જીત્યું દિલ

5 jan 2023

મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીનો ગઈકાલે બીજો દિવસ હતો.

આ પ્રી-વેડિંગ પાર્ટીમાં દેશ અને વિદેશની મોટી-મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.

આ પાર્ટીમાં માઈક્રોસોફ્ટના સંસ્થાપક અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બિલ ગેટ્સ પણ સામેલ થયા હતા.

આ દરમિયાન બિલ ગેટ્સની સાથે તેમની ગર્લફ્રેન્ડ પૌલા હાર્ડ પણ જોવા મળી.

આ દરમિયાન બિલ ગેટ્સ અને પૌલા ભારતીય શૈલીમાં જોવા મળ્યા હતા.

પ્રી-વેડિંગ પાર્ટીમાં બિલ ગેટ્સે બ્લેક કલરનું એમ્બ્રોઇડરી કરેલું બ્લેઝર પહેર્યું હતું. આ સાથે તેમણે અંદર બ્લેક કુર્તો અને બ્લેક પેન્ટ પહેર્યું હતું.

જ્યારે, પૌલા હાર્ડે ક્રીમ-ગોલ્ડન કલરનો પલાઝો સેટ પહેર્યો હતો, જેની સાથે તેમણે એક શ્રગ પણ પહેર્યું હતું.

પૌલા અને બિલ ગેટ્સના લુકે ભારતીયોના દિલ જીતી લીધા. સોશિયલ મીડિયા પર તેમના ખૂબ વખાણ થયા.