Screenshot 2024 04 29 204551

Toyota ની સૌથી સસ્તી 7 સીટર ઓટોમેટિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને રહી જશો દંગ

29 APR 2024

image
Screenshot 2024 04 29 204603

Toyota Kirloskar Motor (TKM) એ આજે ​​ભારતીય બજારમાં તેની સૌથી સસ્તું 7-સીટર કાર Toyota Rumion નું નવું મિડ-લેવલ ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ કર્યું છે.

Screenshot 2024 04 29 204618

નવા Toyota Rumion G ઓટોમેટિક વેરિઅન્ટની પ્રારંભિક કિંમત 13 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. આ વેરિઅન્ટ મેન્યુઅલ વર્ઝનની સરખામણીમાં અંદાજે રૂ. 1.40 લાખ મોંઘું છે

Screenshot 2024 04 29 204724

Toyota Rumion મૂળભૂત રીતે મારુતિ Ertigaનું રિબેજ્ડ એન્જિનિયર્ડ વર્ઝન છે, જેમ તમે Baleno-Glanza અને Fronx-Taisor માં જોયું હશે.

Toyota Rumion ના આ નવા ઓટોમેટિક વેરિઅન્ટનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે,  ગ્રાહકો રૂ. 11,000ની ટોકન રકમમાં આ સસ્તું 7-સીટર કાર બુક કરાવી શકે છે.

તમને જણાવી દઈએ કે Toyota Rumion કુલ ત્રણ વેરિઅન્ટમાં આવે છે. જેમાં S, G અને V નો સમાવેશ થાય છે. અત્યાર સુધી, ઓટોમેટિક ટ્રાન્સમિશન ફક્ત બેઝ એસ અને ટોપ V વેરિઅન્ટમાં ઉપલબ્ધ હતું.

પરંતુ આ નવું G વેરિઅન્ટ 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો સમાવેશ કરીને લાઇન-અપને પણ પૂર્ણ કરે છે.

આ કારમાં કંપનીએ 1.5 લિટર 4 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપ્યું છે જે 103 hpનો પાવર અને 137 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તે ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલ છે.

નોંધનીય છે કે, Ertigaની જેમ આ કાર પણ CNG મેન્યુઅલ વેરિઅન્ટમાં આવે છે. પરંતુ CNG મોડમાં આ એન્જિન 88 hpનો પાવર અને 121.5 Nmનો ટોર્ક જનરેટ કરે છે.

ટોયોટા રુમિયોનમાં ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, 7 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એપલ કાર-પ્લે, એન્ડ્રોઈડ ઓટો, માઉન્ટેડ સ્ટીયરીંગ વ્હીલ અને ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ જેવી સુવિધાઓ છે.