નવા વર્ષ પહેલા કરી લો આ કામ, નહીં તો બંધ થઈ જશે UPI એકાઉન્ટ

NPCI તરફથી ઈનએક્ટિવ UPI IDને બ્લોક કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

શું તમે એક વર્ષ કે તેના કરતા વધારે સમયથી UPI IDથી લેવડ-દેવડ નથી કરતા?

તો તમારું UPI ID 31 ડિસેમ્બરથી બ્લોક થઈ જશે.

એટલે કે ઘણા સમયથી ઉપયોગ ન થયેલ UPI IDને 1 જાન્યુઆરી 2024થી બ્લોક કરી દેવામાં આવશે.  

Google Pay, PhonePe અને Paytm જેવા પ્લેટફોર્મ ઓનલાઈન પૈસા મોકલવા માટે UPI IDનો ઉપયોગ કરે છે.

જો તમે ઇચ્છતા નથી કે તમારી જૂની ID ઈનએક્ટિવ થાય, તો 31 ડિસેમ્બર પહેલા તેને એક્ટિવેટ કરવી પડશે.

આ માટે તમારે UPI ID દ્વારા પેમેન્ટ કરીને તેને એક્ટિવેટ કરવું પડશે.

NPCIના નિર્દેશો પર તમામ બેંકો અને થર્ડ પાર્ટી એપ્સે UPI IDને ડિએક્ટિવ કરવાનું શરૂ કરી દીધું છે.

IPL 2024 Auctionમાં સૌથી મોંઘા વેચાઈ શકે છે આ 5 ખેલાડીઓ

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો