25 Aug 2024
દેશમાં પેટ્રોલ અને ડીઝલને બદલે અન્ય ઇંધણ વિકલ્પો પર વાહન ઉત્પાદકોનું ધ્યાન ઝડપથી વધી રહ્યું છે.
હવે દેશની અગ્રણી કાર કંપની ટાટા મોટર્સ પણ તેની CNG પ્રોફાઇલ વધારશે
તાજેતરમાં જ કંપનીએ તેનું પંચ CNG માર્કેટમાં લોન્ચ કર્યું હતું. તેના CNG વેરિઅન્ટની પ્રારંભિક કિંમત 7.23 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.
હવે સમાચાર આવી રહ્યા છે કે કંપની Nexon CNG પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જો બધું બરાબર રહ્યું તો કંપની આ વર્ષે Nexon CNG લોન્ચ કરી શકે છે.
Tata Nexonને સૌપ્રથમ વર્ષ 2017માં લોન્ચ કરવામાં આવી હતી. ત્યારથી તે કંપનીના સૌથી વધુ વેચાતા મોડલમાંથી એક બની ગયું છે. અત્યાર સુધી આ SUV પેટ્રોલ-ડીઝલ અને ઇલેક્ટ્રિક વર્ઝનમાં ઉપલબ્ધ હતી.
આ વર્ષે નવી દિલ્હીમાં ઈન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો દરમિયાન કંપની દ્વારા Nexon iCNGને કોન્સેપ્ટ તરીકે રજૂ કરવામાં આવી હતી.
કંપની Nexon iCNGમાં પણ ડ્યુઅલ-સિલિન્ડર ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. જેના કારણે કારના ટ્રંકમાં બે સિલિન્ડર આપવામાં આવ્યા છે, જેથી તમારે બૂટ સ્પેસ સાથે કોઈ બાંધછોડ ન કરવી પડે.
Nexon CNGમાં કંપની 1.2 લીટર 3 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન ઓફર કરી રહી છે. સામાન્ય રીતે આ એન્જિન 120Psનો પાવર અને 170Nmનો ટોર્ક જનરેટ કરે છે.
જોકે, લોન્ચ પહેલા કિંમત વિશે કંઈપણ કહેવું મુશ્કેલ છે, પરંતુ અપેક્ષા છે કે તે રૂ. 9.25 લાખની શરૂઆતની કિંમતે ઓફર કરવામાં આવી શકે છે.