2.35 લાખ ઓછી પ્રાઈસ અને 5 સ્ટાર સેફ્ટી! લોન્ચ થઈ સૌથી સસ્તી ઓટોમેટિક SUV

સ્કોડા ઓટોએ ભારતમાં Kushaqનાં નવા એડિશન Onyxને એડિશનને ઓટોમેટિક ટ્રાંસમિશન ગિયરબૉક્સ સાથે લોન્ચ કરી છે.

આ નવા વેરિઅન્ટની કિંમત 13.49 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે. Onyx વેરિઅન્ટ આ SUVના એક્ટિવ અને એમ્બિશન વેરિઅન્ટ વચ્ચે આવે છે.

Kushaq લાઈનઅપમાં અત્યાર સુધી એમ્બિશન વેરિઅન્ટ સૌથી સસ્તી SUV હતી. જેની કિંમત 15.84 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જોકે નવું વેરિઅન્ટ 2.37 લાખ સસ્તું છે.

જણીવી દઈએ કે, આ કિંમતના હિસાબે તે દેશની સૌથી સસ્તી કોમ્પેકટ ઓટોમેટિક SUV બની ગઈ છે. એડવાન્સ કેબિન ફિચર્સ અને જબરદસ્ત સેફ્ટી સાથે કારમાં 6 એરબેગ્સ છે. 

Kushaq Onyxમાં , કંપનીએ 1.0 લિટરનું 3 સિલિંડર ટર્બો-પેટ્રોલ TSI એન્જિન આપ્યું છે. આ એન્જિન 115Psનો પાવર અને 178Nmનો ટૉર્ક જનરેટ કરે છે.

જણાવી દઈએ કે, Skoda Kushaq દેશની પહેલી SUV છે જેમાં એડલ્ટ અને ચાઈલ્ડ સેફ્ટીમાં 5-સ્ટાર ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટ રેટિંગ મળે છે. 

Kushaq Onyxમાં ક્રિસ્ટાલાઈન LED હેડલેમ્પ આપેલા છે, જે સ્ટેટિક કોર્નરિંગ ફંક્શન સાથે આવે છે.